કચ્છમાં આજે નવા 157 પોઝિટીવ કેસ નોંધાયા: રાજ્યમાં 24 કલાકમાં નવા 14 હજાર 605 કોરોના પોઝિટીવ કેસ

બેકાબૂ કોરોના મહામારી વચ્ચે સ્થિતિ દિનપ્રતિદિન કથડી રહી છે. કોરોનાના વધતા જતા પોઝિટીવ કેસ ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. તેવામાં આજે કચ્છમાં નવા 157 પોઝિટીવ કેસ નોંધાયા છે. અને તો રાજ્યમાં 24 કલાકમાં નવા 14 હજાર 605 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે આ કોરોનાના કારણે ગુજરાતમાં કુલ 173 દર્દીઓનું મોત નીપજ્યુ હતુ. કોરોના મહામારીના સંકાજામાં સપડાયેલા કચ્છમાં દિનપ્રતિદિન પોઝિટીવ કેસોમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે કોરોનાના 186 કેસો નોંધાયા બાદ આજે નવા 157 દર્દીઓ સંક્રમિત બન્યા હતા. તો આજે કચ્છમાં કોરોના પોઝિટીવ 116 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ અપાયુ હતુ.