ટેસ્ટીગ લેબ ઉપલબ્ધ થઈ જશે તો રીપોર્ટ ઝડપથી આવતા થશે, ટ્રેસીગ ઝડપી બનશે તો ટ્રીટમેન્ટ પણ ઝડપથી કરી શકાશે

સ્પેશ્યલ ઓફિસર ઓન ડયુટી -IASની કરો નિમણુંક

રાજયના પ્રજાપારાયણ- સંવેદનશીલ મુખ્યપ્રધાન, ઉપ મુખ્યપ્રધાનના કચ્છ મુલાકાત સમયે આશભર્યા મીટ

વિજયભાઈ, આ કદમો કચ્છને કોરોનામુકત બનાવવા બની શકે છે કારગત.. • કોરોનાના ટેસ્ટીંગનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવાય • હોસ્પિટલોમાં રેમડેસિવિર ઈન્જેકશનનો જથ્થો એકાંતરે મળતો થાય • લોકોને ઘર બેઠા માસ્ક મળે તેવી વ્યવસ્થાઓ ગોઠવાય • કોવિડની હોસ્પિટલોની સંખ્યામાં વધારો કરવામા આવે • મેડીકલ સ્ટાફની ઘટ તાત્કાલીક પુરી શકાય • કોરોનાના કાળમાં એમ્બયુલન્સ વધારાય • દરેક ગામમાં ગામ સમિતિની રચના કરાય • લોકો રસીકરણ કરાવે તે માટે પણ જાગૃતી ફેલાવવાની ઝુંબેશ હાથ ધરાવાય

રાજયભરમાં કોરોનાના મોનીટરીંગ માટે રર આઈએએસને આપે સોંપી છે જવાબદારી, કચ્છમાં પણ સ્થાનિકે કોવિડ-૧૯ને લઈને સર્જાતી સ્થિતીમાં સરકાર-સરકારીવિભાગો તબક્કે સંકલનમાં આઈએએસ અધિકારી બનશે આર્શીવાદરૂપ

રાજ્યના ઉપમુખ્યપ્રધાન – આરોગ્યમંત્રી અને કચ્છના હિતના હામી નીતિનભાઈ સ્વાઈનફલુના હાહાકાર વખતે કચ્છની મુલાકાત લઈ, કલેકટર કચેરીમાં બેઠક કરી રાજ્યભરને ‘કચ્છ મોડેલ’ અપાવ્યું હતું.

હવે કોરોના કાળમા નીતિનભાઈની કચ્છ મુલાકાત ફરીથી બની રહેશેસંજીવની રૂપ

ભુજમાં યુનિ. પાસે બનતા કોવિદ કેર સેન્ટરની જેમ કચ્છભરમાં અન્ય સમાજ-સંસ્થાઓને કોવીદ કેર માટેની સરકાર કરે અપીલ : સ્વામિનારાયણ ટ્રસ્ટોના ઉતારા-છાત્રાલયો, જૈન સમાજ, લોહાણા સમાજ, પાટીદાર સમાજ, આહિર સમાજ, ભાનુશાલી સમાજ, અગ્રવાલ સમાજ, કચ્છમાં ધરાવે છે વિશાળ માળખાગત સામાજિક સુવિધાઓ : બીજી તરફ કચ્છના આઈએમએના ડોકટર્સ પણ સંકટના સમય નિભાવે સાચો તબીબી ધર્મ અને જો આવા સમાજો કોવિંદ કેર સેન્ટર માટે આગળ આવતા હોય તો ખાનગી તબીબોએ પણ અહીં સેવા આપવા સરકારને સામે ચાલીને દર્શાવી જોઈએ તૈયારી : કોરોના મહામારી ત્રીજા વિશ્વ યુદ્ધ બરાબર છે, પ્રથમ અને બીજા યુદ્ધમાં જેમ શૈન્યએ સુરવીરતા દેખાડી તેમ કોરોનાના ત્રીજા યુદ્ધમાં સરકાર અને આમ પ્રજા સહિત લોકભાગીદારી દાખવીશું તો જ મહામારીના આ થર્ડ વલ્ડ વોર જીતી શકાશે

વિજયભાઈ, કચ્છ માંગે અને આપે ન આપ્યું હોય તેવુ તો ભુતકાળમાં ભાગ્યે જ બન્યુ હશે, અલબત્ત આપે કચ્છને વગર માંગે જ સુખ-દુખમાં છુટા હાથે કરી આપી છે મદદ.. : કોરોનામાં પણ આપની કોર કમિટીમાં લેવાયેલા નિર્ણયોથી અહી રેમડેસિવર ઈન્જેકશનોની અછત પણ હવે નિવારી શકાઈ છે : ધન્ય છે આપણી કચ્છ સહિત રાજયભરની પ્રજા પ્રત્યેની આત્મીયતાભરી લાગણીને…!

કોરોનાની મહામારીની બીજી લહેરનો પીક અકાલ્પનીક રીતે ઉછળી ચૂકયો છે. ગુજરાતમાં મહાનગરો બાદ હવે શહેરો-ગામડાઓમાં પણ કોરોનાના કેસો વકરી રહ્યા છે. સરકાર દ્વારા પ્રજાજનોને વધુમાં વધુ મદદ આપવાની દીશામાં યુદ્ધના ધોરણે ટીમ વિજયભાઈ રૂપાણી, નીતીનભાઈ પટેલ દ્વારા નિર્ણયો લેવાઈ રહ્યા છે. કોરોનામાં દર્દીને વેળાસર સસ્તી સારવાર સુલભ બને તે માટેના ગુજરાત સરકારે અનેકવીધ નોધનીય નિર્ણયો લીધા છે તેવો હાશકારો કચ્છની પ્રજા પણ સવાયા કચ્છી મુખ્યપ્રધાન વિજયભાઈના આજના કચ્છ આગમન સમયે અનુભવી રહી હોય તેમાં બે મત નથી.નરેન્દ્રભાઈએ કચ્છ પ્રત્યે જે લાગણી-હુંફ-આત્મીયતાના દર્શન કરાવ્યા હતા તેવો જ ચિલ્લો અને પરંપરાં ગુજરાતની સાડા છ કરોડની જનતાના નાથ એવા વિજયભાઈ રૂપાણી પણ કચ્છ પ્રત્યે દાખવી જ રહ્યા છે તેમાં બે મત નથી. અને આજ રોજ તેઓ ફરીથી ગુજરાત આખાયમાં કોરોનાની કપરી સ્થીતી સર્જાયી છે તેવામાં મહનગરોની સાથે જ હવે કચ્છથી પણ રૂબરૂ થવા વિજયભાઈ અને નીતિનભાઈ દોડી આવ્યા છે. કચ્છ માટેની તેમની સંવેદનશીલતાના દર્શન કરાવવા માટે તેઓની આ કવાયત પુરતી જ કહી શકાય તેમ છે. આજ રોજ વિજયભાઈ કચ્છ પધાર્યા છે ત્યારે કહી શકાય કે, અહી કચ્છ કલેકટર સહિતનાઓના નેતૃત્વમાં કોવિડ ૧૯ને લગતી તમામ વ્યવસ્થાઓ સારી રીતે પુરી પાડવાનો પ્રયાસ કરવામા આવી જ રહ્યો છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ તેવી જ રીતે હાલમાં કોરોનાની બીક ઐતિહાસીક બની છે, રેકોર્ડબ્રેક આંક સામે આવી ગયો છે ત્યારે આભ ફાટયું હોય અને થીગડુ લગાડવાની અવદશા બનતી દેખાવવા પામી રહી છે. સરકારની સારી મનસા છે, દર્દીઓની જરૂરીયાતો પૂર્ણ કરવા તમામ પગલાઓ લેવાય છે પણ સંકલનના અભાવરૂપે કદાચ કોઈ કચાશ રહેતી હોય તેમ દર્દીઓને રઝડપાટ કરવાનો વારો આવતો હોવાનુ દેખાય છે અને તેનો દાખલો રેમડેશીવર ઈન્જેકશનની પડાપડી વખતે જોવા મળી આવ્યો હતો. આવામાં કચ્છના સ્થાનિક વહીવટીતંત્ર અને સરકારની વચ્ચે સેતુરૂપ કાર્યવાહી વધુ સુચારી રીતે થાય, સરકાર તમામ રીતે ઝડપથી સેવા કરવા સજજ છે, છતા સંકલનના અભાવ બુમરાડ ઉભી થઈ જતી હોય તેવુ બની રહેલુ દેખાય છે. આવા સમયે કચ્છને પણ કોરોના માટેના સ્પેશ્યલ ઓફીસર ઓન ડયુટીની તાતી જરૂરીયાત છે. કચ્છ આખાયમાં જાહેરજીવન-અધિકારી-તંત્ર-પ્રજાજનો-દર્દીઓ-સામાજીક આગેાવનો સૌની સાથે આવા આઈએએસ કક્ષાના અધિકારી સંપર્કમાં રહે તથા સરકાર તબક્કે પણ સચોટ-સાચી અને ત્વિરત યથાયોગ્ય પ્લેટફોર્મ પર આ આઈએએસ અધિકારી માહીતી પહોચાડતી કરે તો કચ્છની જરૂરીયાત ઝડપથી સરકાર સુધી પહોચી શકે તેમ છે. માટે રાજય સરકારે જે રીતે આખાય રાજયમા રર જેટલા આઈએએસને અલગ અલગ જગ્યાએ નિમણુકો આપીને આ જવાબદારી સોપી છે તેમ જ કચ્છમાં પણ કોવિદ માટે એક આઈએએસ અધિકારીને વિજયભાઈ આપ વેળાસર જ નિમણુક કરાવો તેવી આશ કચ્છ માંડીને બેઠું છે.ગુજરાતના મુખ્યપ્રધાન આજ રોજ મેડીકલ સાધનિક અને તબીબી સ્ટાફ સહીતની જરૂરીયાતો બાબતે તો જરૂરથી સમીક્ષાઓ યોજી અને તંત્રને અપીલ કરશે જ કરશે સાથોસાથ અહી કોરોના માટેની બે પૂર્વ અને પશ્ચીમ કચ્છમાં લેબ શરૂ કરાવવી, ઈન્જેકશનોની અછત નિવારવી, ઓકસિજનવાડા બેડની સંખ્યામાં વધારો કરવામાં આવે તે સહિતની વ્યવસ્થાઓ થાય તે ખુબજ પ્રાથમિક તબક્કાની જરૂરીયાત બની રહી છી.