કચ્છની ૬ તાલુકા પંચાયતોમાં વિરોધ પક્ષના નેતા, ઉપનેતા, દંડકની વરણી કરાઈ

સ્વચ્છ પ્રતિભા ધરાવતા નેતૃત્વથી કોંગ્રેસ પક્ષ આમ પ્રજાના અવાજને વધુ બુલંદ કરશે : યજુવેન્દ્રસિંહ જાડેજા : ભુજ, અંજાર, મુન્દ્રા, માંડવી, ગાંધીધામ, નખત્રાણાના નામો જાહેર કરાયા

ભુજ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંણીઓ બાદ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવા અને ભ્રષ્ટાચાર સામે લડત આપવા કચ્છ જિલ્લાના ૬ તાલુકાઓમાં તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના વિપક્ષી નેતા, ઉપનેતા, દંડકની વરણી કરાઈ છે, જેમાં નખત્રાણા તાલુકા પંચાયતના વિપક્ષી નેતા તરીકે કેતનભાઈ પાંચાણી, ઉપનેતા તરીકે ઓસમાણ હાજી ખાન સુમરા, માંડવી તાલુકા પંચાયતના વિપક્ષી નેતા તરીકે અરવિંદસિંહ આર. જાડેજા, ઉપનેતા તરીકે કલ્પનાબેન વાસાણી, મુન્દ્રા તા.પં.ના વિપક્ષી નેતા તરીકે નવિન મેઘજી ફફલ, ઉપનેતા તરીકે આશારીયા લાખા ગેલવા, દંડક તરીકે અલ્તાફ રેલિયા, અંજાર તાલુકા પંચાયતના વિપક્ષી નેતા તરીકે યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, ઉપનેતા વિષ્ણુ રામજી બાંભણિયા અને દંડક તરીકે જગદીશ વી. સથવારા, ગાંધીધામ તાલુકા પંચાયતના વિપક્ષી નેતા તરીકે અલ્પેશ જીવરામ ઝરૂ, ઉપનેતા વાલબાઈ નાગશી નોરિયા, દંડક મંગાભાઈ આશાભાઈ રાઠોડ, ભુજ તા.પં.ના વિપક્ષી નેતા તરીકે અનિલ શિવજીભાઈ આહિર, ઉપનેતા ઓસમાણ માનસીંગ સમા, દંડક તરીકે રાણભાઈ બુધાભાઈ મહેશ્વરીની વરણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા કરાઈ છે.

આ નિમણૂંક અંગેનો પત્ર કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાને પાઠવતા શ્રી જાડેજાએ તમામ નિમણૂંકોને આવકારી અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના સ્વચ્છ પ્રતિભા ધરાવતા જન પ્રતિનિધિઓ કોંગ્રેસ પક્ષનો અવાજ વધુ બુલંદ કરશે અને તાલુકા પંચાયતો જે ભાજપ શાસીત છે ત્યાં ગ્રાન્ટ ફાળવણીમાં ભેદભાવ, ભ્રષ્ટાચાર, સ્ટાફની ઘટ વિગેરે બાબતે લડત ચલાવશે તેવો આશાવાદ વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી.

આ નિમણૂંકોને વિપક્ષી નેતા લખીબેન રમેશ ડાંગર, પૂર્વ વિપક્ષી નેતા વી.કે. હુંબલ, આદમભાઈ ચાકી, સંતોકબેન આરેઠિયા, જુમાભાઈ રાયમા, શૈલેન્દ્રસિંહ જાડેજા, શામજીભાઈ આહિર, ગનીભાઈ કુંભાર, હરેશભાઈ વરચંદ, કરશનભાઈ રબારી, હાજી ગનીભાઈ માંજાેઠી, ખેરાજ ગઢવી, ચંદુભા જાડેજા, રાજેશભાઈ મમુભાઈ આહીર, રામદેવસિંહ જાડેજા, પી.સી. ગઢવી, ઘનશ્યામસિંહ ભાટી, તકીશા સૈયદ, નારાણ બડીયા, ધીરજ રૂપાણી વગેરેએ આવકારી હતી તેવું જિલ્લા પ્રવક્તા દિપક ડાંંગરની યાદીમાં જણાવાયું હતું.