કચ્છની હાજી ઈબ્રાહીમ ક્રીકમાંથી ચરસનું વધુ એક પેકેટ

ભુજ : સરહદી કચ્છના દરિયા કિનારેથી અને ક્રીક વિસ્તારમાંથી ફરી ચરસના પેકેટ મળવાનું શરૂ થઈ ગયુ છે. ત્યારે કચ્છની હાજી ઈબ્રાહીમ ક્રીકમાંથી ચરસનું વધુ એક પેકેટ મળી આવ્યુ છે. બીએસએફની ટુકડીને પેટ્રોલિંગ દરમિયાન આ ચરસનું પેકેટ મળ્યુ હતુ. અઠવાડીયા પૂર્વે જ જખૌના સમુદ્રી વિસ્તારમાંથી બીએસએફની ટીમને  બિનવારસુ ચરસનું પેકેટ મળ્યુ હતુ. ત્યારે અઠવાડીના અંતરાલમાં વધુ એક ચરસનું પેકેટ કચ્છના ક્રીક વિસ્તારમાંથી મળી આવ્યુ છે. બનાવને પગલે બીએસએફ દ્વારા આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કચ્છના દરિયા કાંઠેથી અને ક્રીક વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો મળી ચુક્યો છે, ત્યારે ફરીથી ચરસના પેકેટ મળવાનું શરૂ થઈ ગયુ છે.