• જિ.પંચાયતમાં માધાપરને પ્રમુખપદ : કારોબારી-ઉપપ્રમુખ માટે મથામણ  : સત્તાપક્ષ ક્ષત્રિયને ફાળે

સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓમાં જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓના સુકાનીઓને લઈને ૧૧મી માર્ચથી ૧૪મી માર્ચ સુધી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મંથન બાદ મહદઅંશે નામો નકકી થઈ ગયાની અટકળો : આવતીકાલ સુધીમાં સત્તાવાર જાહેરાતની સેવાતી શકયતાઓ

ભુજ નગરપાલીકામાં પ્રમુખપદ નિશ્ચિત, કારોબારી-ઉપપ્રમુખ અને સત્તાપક્ષ માટે જગતવ્યાસ, રાજેશ ગોર અને અશોક પટેલના નામોની અંતિમ અટકળો : આ તમામ વચ્ચે એક મહીલાની એન્ટ્રી થઈ જાય તો પણ નવી નવાઈ નહી

ગાંધીધામ : ગુજરાત સાથે કચ્છમાં પણ સ્થાનિક સ્વરાજયની યોજાયેલી ચુંટણીમા ંભાજપનો ભગવો લહેરાઈ જવા પામી ગયો છે અને તે બાદ હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં સુકાનીપદ કોને આપવુ તેને લઈને પાછલા લાંબા સમયથી અટકળો તેજ બની જવા પામી ગઈ હતી તો વળી બીજીતરફ ગત ૧૧મી માર્ચથી ૧૪મી માર્ચ એટલે કે ગઈકાલ સુધી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં પણ આ બાબતે મહત્વપૂર્ણ મંથન થવા પામી ગયુ હોવાનો વર્તારો સામે આવવા પામી રહ્યો છે.આ બાબતે ગાંધીનગર સચિવાલયક્ષેત્રના સુત્રોમાથી મળતી માહીતી અનુસાર સૌ પ્રથમ જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને સત્તાપક્ષના નેતાની હાલમાં જાહેરાત કરનારા છે અને તેમાથી પ્રમુખપદની ગુંચ ઉકેલાઈ જવા પામી ગઈ હોવાનુ મનાય છે. કચ્છ જિલ્લા પંચાયતના સામાન્ય મહીલા અનામત પદ એવા પ્રમુખપદે પારૂલબેન કારાને બિરાજમાન કરવામા આવી રહ્યા હોવાનુ સર્વાનુમત્તે નકકી કરી લેવાયુ છે અને તેમના નામ પર અંતિમ મંજુરીની મહોર મરાઈ ગઈ છે. નોધનીય છે કે, આ રેસમાં નખત્રાણા તાલુકો પણ રહેલ હતો તો વળી સુખપર બેઠકના વિજેતા ઉમેદવાર પણ પ્રમુખપદની રેસમાં જહોવાનુ મનાતુ હતુ. તેની સાથોસાથ જ ભચાઉ આધોઈ બેઠકના ઉમેદવાર પણ પ્રમુખપદ માટે દોડી રહ્યા હતા જે તમામનો હાલતુરંત અંત આવી જવા પામી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. ત્યારબાદ કારોબારી ચેરમેન તથા ઉપપ્રમુખને લઈને કદાચ સર્વસહમતી ગત રોજ મોડી સાંજ સુધી થવા પામી શકી ન હોવાનુ મનાય છે. તેમાં ખેચતાણનો માહોલ ચાલી રહ્યો છે. જો કે એક વાત નિશ્ચિત છે કે, આ પૈકીનુ એક પદ આહીર સમુદાયને ફાળે જ જવાનુ છે તો વળી સત્તાપક્ષના જીલ્લા પંચાયતના નેતા પદે ક્ષત્રીય સમુદાયમાથી કોઈ એકને તક આપવાનુ મન બનાવવામા આવ્યુ  છે. આ તમામની સત્તાવાર જાહેરાત આવતીકાલ સુધી ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી અને પરંપરા અનુસાર કરવામા આવી શકે તેમ પણ મનાઈ રહ્યુ છે. તેની સાથે જ નગરપાલિકા અને તાલુકા પંચાયતોમાં પણ મહદઅંશે નામો નકકી થઈ ગયા હોવાની વાત સામે આવી રહી છે.

  • ટિકિટ ફાળવણીની જેમ જ પદો માટે પણ‘સારા નહી મારા’ની જામી હતી ખેંચતાણ

મુખ્યપ્રધાને કરી મધ્યસ્થી : જેમનો વિસ્તાર છે તેઓ જ બેઠકમાં રહે હાજરની કરી ટકોર

ગાંધીધામ : કચ્છ ભાજપમાં જુથવાદ વકરેલો છે તે તો સમયાંતરે બહાર આવવ પામતો જ રહે છે ત્યારે કચ્છની સ્વરાજ સંસ્થાઓના સુકાનીઓને લઈને પણ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગત રોજ બરાબરનો ડખ્ખો થવા પામ્યો હોવાનુ મનાય છે. દરેક આગેવાનો દ્વારા સારા નહી મારાના માટે જ વિવિધ સંસ્થાઓમાં પગ ખાડી દેવાયો હોવાથી ગુંચવણો સર્જાતી રહેતી હોવાની ચકચાર સામે આવી રહી છે. જો કે, તે બાદ સીએમ શ્રી રૂપાણીએ ખુદ મધ્યસ્થી કરતા સુચના આપી હતી કે જેના વિસ્તારની વાત ચાલી રહી છે તે જ મોભીઓ-આગેવાનો હાજર રહે બાકીનાઓ બેઠકમાં ન રહે તે બાદ અલગ અલગ વિષયો પર સહમતી સંધાઈ હોવાનુ કહેવાય છે.

આ રહ્યા..તા.પંચાયતોના સુકાનીઓ.!
• અંજાર  : રાજીબેન શંભુભાઈ હુબલ
• ગાંધીધામ : પ્રવિણસિંહ જાડેજા
• મુંદરા : રાણીબેન ચેતનભાઈ ચાવડા
• ભચાઉ : મઘીબેન ગોકળ વાવિયા
• ભુજ : લક્ષ્મીબેન શંભુ ઝરૂ / મંજુલાબેન હરીશ ભંડેરી
• માંડવી : નિલેશ મગનભાઈ મહેશ્વરી
• રાપર : હમીરસંગ વર્ધાજી સોઢા
• નખત્રાણા : જયસુખ હરજીભાઈ પટેલ
પક્ષ તરફથી સત્તાવાર જાહેરાત બાકી

આ રહ્યા નગરપાલિકાના પ્રમુખપદના નિશ્ચિંત દાવેદાર..!
ભુજ : ઘનશ્યામ રસીકલાલ ઠકકર
માંડવી : હેતલબેન સોનેજી
મુંદરા : કિશોરસીહ આર પરમાર
અંજાર :  લીલાવંતીબેન પ્રજાપતિ
ગાંધીધામ : દિવ્યાબેન જીતુભાઈ નાથાણી
પક્ષ તરફથી સત્તાવાર જાહેરાત બાકી

  • જિ.પંચાતય કારોબારીચેરમેન-ઉપપ્રમુખ પદ માટે જામી હતી બરાબરની ખેંચતાણ

આહીર સમુદાયને બેમાથી એક પદ આપવાની છે વાત, જો કે ચાર ઉમેદવારો છે મજબુત-સક્ષમ, સમાવી કોઈ એકને જ શકાશે

જિ.પંચાયતમાં પ્રમુખપદ મહીલાને ફાળે છે તો ઉપપ્રમુખ-કારોબારીમાં અનુભવી-પુરૂષને તક આપી ભાજપ સમતોલ વરણીનો આપી શકે છે સંદેશ : કારોબારી ચેરમેન રીપીટ થાય અને ઉપપ્રમુખપદે મુંદરાને તક મળે તો નવી નવાઈ નહી

ગાંધીધામ : કચ્છની જિલ્લા પંચાયતમાં પ્રમુખપદ પાટીદારને ફાળે જાય છે તે નિશ્તિત છે ત્યારે હવે તે બાદના મહત્વના એવા ઉપપ્રમુખ પદ અને કારોબારી ચેરમેન પદ માટે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં બરાબરની ખેંચતાણ જામી હોવાનુ કહેવાય છે. અહી બે પૈકીનુ એક પદ આહીર સમુદાયને ફાળે જ જવાની વાત છેત્યારે આહીરમાથી ચાર નામો મજબુત હોવાથી આ ચારેયને લઈને ભારે રસ્સાકસ્સી જામી હોવાનુ કહેવાય છે. ચાર પૈકી હરીભાઈ હીરાભાઈ જાટીયા, દામજીભાઈ ચાડ, મ્યાઝરભાઈ છાંગા અને ધનજીભાઈ હુંબલ વચ્ચે રસ્સાકસ્સી હોવાનુ કહેવાય છે. આ પૈકીમાથી કોઈ એકની લોટરી ઉપપ્રમુખપદ અથવા તો કારોબારી ચેરમેન પદે લાગશે તેવુ પણ નિશ્ચિત જ મનાય છે.

  • તાલુકો-વિધાનસભા-જાતિ-જ્ઞાતિ સમીકરણ વરણીઓમાં દેખાશે પ્રાથમિક

ગાંધીધામ : કચ્છની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં સુકાનીઓની વરણીઓ કરી દેવામા આવી છે ત્યારે હવે ચર્ચાતી વિગતો અનુસાર સત્તાવાર તો આ જાહેરાત હજુ સુધી થવા પામી નથી મોટાભાગના તમામ અંતિમ અને નિર્ણાયક નામો હોવાનુ મનાય છે. ભાજપ દ્વારા વીધીવત જાહેરાત બાકી છે પરંતુ જે વરણીઓ થશે તેમાય ખાસ કરીને જિલ્લા પંચાયતમાં જે વરણીઓ કરવામા આવશે તેમાં તાલુકો, વિધાનસભા વિસ્તાર, જાતી-જ્ઞાતી સમીકરણ સહિતનાઓ કેન્દ્રમાં રહેવા પામી જાય તો નવી નવાઈ નહી કહેવાય.