ભુજ, ગાંધીધામ, અંજાર, રાપર, ભચાઉ, મુંદરા, માંડવી, નખત્રાણા, લખપત, અબડાસા તાલુકા પંચાયત ખાતે યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમન સહિતના હોદ્દેદારોની વિધિવત કરાઈ વરણી

ભુજ : તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કચ્છની દસ તાલુકા પંચાયતમાં આઠ પર ભાજપનો અને બે પર કોંગ્રેસનો વિજય થયો છે. તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી માટે ગઈકાલે જ બંને રાજકીય પક્ષો દ્વારા મુરતિયાઓને મેન્ડેટ આપી દેવાયા હતા. જેથી સસ્પેન્સ પરથી પડદો પણ ઉચકી ગયો હતો. આજરોજ તમામ તાલુકા પંચાયતોમાં સક્ષમ અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં નવા સુકાનીઓને શાસન ધુરા સોપાઈ હતી. જેમાં ભુજ, ગાંધીધામ, અંજાર, રાપર, ભચાઉ, મુંદરા, માંડવી, નખત્રાણા, લખપત, અબડાસા તાલુકા પંચાયત ખાતે યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમન સહિતના હોદ્દેદારોની વિધિવત વરણી કરાઈ હતી.

ગાંધીધામ : કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ તાલુકા પંંચાયતના હોદ્દેદારોની વરણી માટે ટીડીઓ રમેશ વ્યાસ અને મામલતદાર ચિરાગ હિરવાણિયાના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા સંપન્ન થઈ હતી. જેમાં પ્રમુખ પદે ભરતસિંહ જાડેજા, ઉપપ્રમુખ પદે લક્ષ્મીબેન રમેશ મ્યાત્રા, કારોબારી ચેરમેન પદે નિખિલભાઈ હડિયા, શાસક પક્ષ નેતા પદે વનાભાઈ મમુભાઈ રબારી અને દંડક તરીકે જીવતીબેન નથુરામ બટૈયાની બિન હરીફ વરણી કરાઈ હતી. નવ નિયુક્ત હોદ્દેદારોએ આજે ચાર્જ પણ સંભાળી લીધી હતો. આ વેળાએ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ગુજરિયા, મહામંત્રી દેવેન્દ્રસિંહ, શૈલેષ લવાડિયા, હરદેવસિંહ જાડેજા સહિત ચૂંટાયેલા સદ્દસ્યો અને તાલુકા ભાજપની ટીમ હાજર રહી હતી.
અંજાર : આજે મળેલી તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં પ્રાંત અધિકારી ડો. વિમલ જોષીના અધ્યક્ષ સ્થાને કાર્યવાહી સંપન્ન થઈ હતી. પંચાયતના વિવિધ હોદ્દેદારોની બિન હરીફ વરણી પ્રક્રિયા કરાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે રાજીબેન શંભુભાઈ હુંબલ, ઉપપ્રમુખ પદે દેશીબેન ધનજીભાઈ હુંબલ, કારોબારી ચેરમેન તરીકે આંબાભાઈ રબારી, શાસક પક્ષ નેતા તરીકે પરમાભાઈ પટેલ અને દંડક તરીકે સંદીપભાઈ ચાવડાની વિધિવત તાજપોશી કરાઈ હતી. અંજાર ખાતે નવ નિયુક્ત તાલુકા પંચાયતના હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો. જે વેળાએ રણછોડભાઈ વાસણભાઈ આહિર, ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલ, નરેન્દ્રસિંહ જાડેજા, વીંજુબેન રબારી, શંભુભાઈ આહિર, કાનજીભાઈ આહિર, ગોવિંદ કોઠારી, અંજાર નગરપાલિકા પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ, શામજી આશા ડાંગર, ભીમજી સોરઠિયા, ખેંગાર ડાંગર, સરાભાઈ રબારી, ધનજીભાઈ હુંબલ, ગોપાલ કાનજીભાઈ માતા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

નખત્રાણા : કચ્છના બારોડોલી સમાન નખત્રાણા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા જિલ્લા પુરવઠા અધિકારી રીના ચૌધરીની હાજરીમાં યોજાઈ હતી. જેમાં પ્રમુખ પદે જયસુખભાઈ પટેલ, ઉપપ્રમુખ પદે સંધ્યાબેન પલણને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા. ટીડીઓ વિનોદભાઈ જોષીએ નવનિયુક્ત હોદ્દેદારોને આવકાર આપ્યો હોત. કારોબારી ચેરમેન પદે મહેન્દ્રસિંહ સોઢાની પણ વરણી કરાઈ હતી. ભાજપ – કોંગ્રેસના સદ્દસ્યોએ વરણીને વધાવી લીધી હતી. પ્રમુખ – ઉપપ્રમુખને ચેમ્બર તરફ ટેકેદારો દોરી ગયા હતા. જયાં મારાજની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિથી પદગ્રહણના શપથ લેવાયા હતા. શુભેચ્છકોએ ફુલહાર પહેરાવી અને ભારત માતાકી જયનો નાદ ગુંજતો કર્યો હતો. અર્જુન દેસાઈ, મીરાંબેન ગઢવી, રચનાબેન ગોહિલે વહિવટી પ્રક્રિયામાં સહયોગ આપ્યો હતો. આ વેળાએ પ્રકાશભાઈ જોશી, હેમેન્દ્રભાઈ કંંસારા, પ્રફુલ્લભાઈ કંસારા, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભરતભાઈ સોમજિયાણી, રવિભાઈ નામોરી, હરીસિંહ રાઠોડ, દિલીપભાઈ નરસિંગાણી, રાજેશભાઈ પલણ, બાબુલાલભાઈ ધનાણી, કેતનભાઈ પાંચાણી, રામીબેન લખમીર રબારી સહિત ઉપસ્થિત રહ્યા હતા.

ભુજ : તાલુકા પંચાયત ખાતે પ્રાંત અધિકારી મનીષ ગુરવાનીના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં પ્રમુખ પદે મંજુલાબેન હરીશ ભંડેરી, ઉપપ્રમુખ પદે ડાયાભાઈ ગોપાલભાઈ વરચંદ, કારોબારી ચેરમેન પદે જયનેશ શાંતિલાલ વરૂ, સત્તા પક્ષ નેતા તરીકે મામદ જત અને દંડક તરીકે દિલાવરસિંહ સ્વરૂપાજી સોઢાની વિધિવત વરણી કરાઈ હતી. આ વેળાએ ટીડીઓ શૈલેષ પરમાર, ચૂંટાયેલા તમામ સભ્યો, સંગઠનના હોદ્દેદારો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

માંડવી : તાલુકા પંચાયત ખાતે મામલતદાર જયકુમાર રાવલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સામાન્ય સભામાં પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે ભાજપ પક્ષ દ્વારા મેન્ડેન્ટ અપાયેલા મુરતિયાઓની વિવિધ પદો પર વરણી કરાઈ હતી. જેમાં પ્રમુખ પદે બાગડોર નિલેશ મહેશ્વરી અને ઉપપ્રમુખ પદે રાજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાની વરણી કરાઈ હતી. કારોબારી ચેરમેન પદે હરેશભાઈ રંગાણી, શાસક પક્ષ નેતા તરીકે દેવાંગભાઈ સાખરાની વરણી કરાઈ હતી. આ વેળાએ ટીડીઓ શ્રી ગોહિલ, ડી.બી. વ્યાસ, ધારાસભ્ય કાર્યાલય ઈન્ચાર્જ વિનુભાઈ થાનકી સહિત, તાલુકા પંચાયતના નવનિયુક્ત સદ્દસ્યો, સંગઠનના હોદ્દેદારો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

રાપર : વાગડ પંથકની રાપર તાલુકા પંચાયતની આજરોજ પ્રથમ સામાન્ય સભા પ્રાંત અધિકારી કલ્પેશ કોરડિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. પ્રમુખ સહિતના હોદ્દેદારોની ગઈકાલે જ ભાજપ પક્ષ દ્વારા જાહેરાત કરી દેવાઈ હતી, ત્યારે આજરોજ ઔપચારીક પ્રક્રિયા સંપન્ન કરાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે હમીરજી વર્ધાજી સોઢા, ઉપપ્રમુખ પદે કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ, કારોબારી ચેરમેન પદે દાના કેસા વાવિયા, શાસક પક્ષ નેતા તરીકે દેવીબેન બિજલભાઈ વરચંદ અને દંડક પદે મોતી વજા ભરવાડની વરણી કરાઈ હતી. આ વેળાએ નશાભાઈ દૈયા, કેશુભા વાઘેલા, જયદિપસિંહ જાડેજા, મોહન બારડ, રામજીભાઈ સોલંકી, અજીતસિંહ જાડેજા, દિપુભા જાડેજા, વાલજીભાઈ વાવિયા, અરવિંદસિંહ જાડેજા, કલુભા જાડેજા, બળવંતભાઈ ઠક્કર, ઉમરસંગ સોઢા, ડાયાભાઈ વાઘાણી, રામજીભાઈ પિરાણા, લધુભા વાઘેલા, ટી.જે. ઠાકોર, શક્તિસિંહ જાડેજા, ડોલરરાય ગોર, ઉમેશ સોની, તુલસી ઠાકોર, લાલજી કારોત્રા, કમલસિંહ સોઢા, હરેશ પરમાર, પ્રદીપસિંહ સોઢા, હઠુભા સોઢા, મહેન્દ્રસિંહ વાઘેલા, રમેશ સિયારિયા, દીપુભા જાડેજા, રાશુભા સોઢા, ભુપેતસિંહ વાઘેલા, લાલુભા જાડેજા, અજીતસિંહ જાડેજા, જસવંતસિંહ જાડેજા, શિલાબેન બારિયા, બી.પી ગુંસાઈ, કે.એમ. ડામોર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સભાનું સંચાલન તાલુકા વિકાસ અધિકારી શ્રી રાઠવાએ કર્યું હતું. આભારવિધિ આંકડા અધિકારી ડી.જે. ચાવડાએ કરી હતી.

મુંદરા : કચ્છના પેરીસ એવા ભાજપ શાસીત મુંદરા તાલુકા પંચાયતના આગામી અઢી વર્ષની મુદત માટે હોદ્દેદારોની વરણી પ્રક્રિયા આજરોજ સંપન્ન થઈ હતી. કે.જી. ચૌધરી ના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભા પ્રમુખ છસરા બેઠકના રાણીબેન ચેતનભાઈ ચાવડા, કારોબારી ચેરમેન પદે અનપુર્ણાબા જાડેજા, શાસક પક્ષના નેતા તરીકે રઝીયાબાઈ અબ્દુલ તુર્ક ઔપચારીક રીતે વરણી કરાઈ હતી. જયારે ઉપપ્રમુખ પદે ગઈકાલે મહિપતસિંહ જાડેજા અને રતન ગઢવીનું નામ આગળ ધરાયું હતું. જેમાંથી આજે રતન ગઢવીને ૧૦ મત મળતાં તેમના નામ પર પસંદગીનો કળશ ઢોળાયો હતો. આ વેળાએ ન.પા.ના પ્રમુખ કિશોરસિંહ પરમાર, કારોબારી ચેરમેન ડાયાલાલ આહિર, પ્રકાશ પાટીદાર, પ્રણવ જોષી, કુલદીપસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, ભૂપતસિંહ જાડેજા, ચંદુભા જાડેજા, હરેન્દ્રસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, ભાવેન્દ્રસિંહ જાડેજા, વિશ્રામ ગઢવી, છાયાબેન ગઢવી, રવાભાઈ આહિર, કીર્તિભાઈ ગોર, વિરમ ગઢવી, અરજણ ગઢવી, દિલીપ ગોર, શિવુભા જાડેજા, જયેશ આહિર, માંડણ રબારી, નટુભા ચૌહાણ, ચાંદુભા ઝાલા, હકુમતસિંહ જાડેજા, અસલમ તુર્ક, મજીદ તુર્ક, દેવેન્દ્રસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, સામજી સોધમ સહિત વિવિધ ગામના આગેવાનો, પક્ષના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સભ્યો સહિતના ઉપસ્થિત્‌ રહ્યા હતા.

ભચાઉ : ભાજપ શાસીત ભચાઉ તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામ પરથી ગઈકાલે જ પરદો ઉચકી ગયો હતો. આજરોજ યોજાયેલી પ્રોબેશનરી આઈએએસ નિધિ સિવાચ તેમજ તાલુકા વિકાસ અધિકારી રીજવાન કોડિયારની અધ્યતામાં યોજાયેલી સામાન્ય સભામાં હોદ્દેદારોની ઔપચારીક વરણી પ્રક્રિયા સંપન્ન કરાઈ હતી. પ્રમુખ તરીકે મઘીબેન ગોપાલભાઈ વાવિયા, ઉપપ્રમુખ પદે ભરતસિંહ નટુભા જાડેજા, કારોબારી ચેરમેન પદે પાર્વતીબેન હમીરભાઈ વરચંદ, શાસક પક્ષ નેતા પદે સભીબેન ગોપાલભાઈ છાંગા અને દંડક તરીકે દેવરાજભાઈ ખીમજીભાઈ પટેલની વરણી કરાઈ હતી. નવા વરાયેલા હોદ્દેદારોને ભાજપના આગેવાનો દ્વારા મીઠું મો કરાવી શુભેચ્છા પાઠવી હતી. બેઠક બાદ તાલુકા પંચાયત પાસે ભાજપનું સંમેલન મળ્યું હતું. જેમાં ભાજપમાંથી ચૂંટાયેલા ૧૬ સભ્યો સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. ભાજપ તાલુકા પંચાયતની શિકારપુર સીટ પરથી ચૂંટાયેલા કોંગ્રેસના રામજીભાઈ ભુટક કેશરિયો ધારણ કર્યો હતો. આ સંમેલનમાં ભાજપના આગેવાનો અરજણભાઈ રબારી, નરેન્દ્રસિંહ જાડેજા, અશોક ઝાલા, રાજાભાઈ મણોદરા, કલાવંતીબેન જોષી, અમરાભાઈ બારા, ગોપાલભાઈ આહિર, નારણભાઈ સંઘાર, પરાક્રમસિંહ જાડેજા, વાઘજીભાઈ છાંગા, કાનજીભાઈ છાંગા, શાસ્ત્રી અવિનાશ જોષી, ઉમિયાશંકર જોષી, વિકાસ રાજગોર, નામેરીભાઈ ઢીલા, જગદીશ મઢવી, દેવશીભાઈ રબારી, વાઘુભા જાડેજા, રામજીભાઈ પટેલ (શિકારપુર), ભચાઉ નગરપાલિકા ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહી ચૂંટાયેલા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી.

લખપત : તાલુકા પંચાયત લખપતમાં કોંગ્રેસમાં ભાંગફોડ ન થતા પ્રમુખપદે જેનાબેન તથા ઉપપ્રમુખ પદે સમરથદાન ગઢવીએ વિજયની વરમાળા પહેરી હતી. કોંગ્રેસના તકેદારીને ૯ મત જ્યારે ભાજપના દાવેદારીને ૭ મત મળ્યા હતા. મામલતદાર એ.એમ. સોલંકી ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરી હતી. બપોર બાદ કોંગ્રેસનું વિશાળ વિજય વિશ્વાસ સંમેલન યોજાશે. જિ.કો. પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, રાજેશ આહીર, રામદેવસિંહ જાડેજા, આગાખાન સાવલાણી, મામદ જાુંગ, દેશુભા જાડેજા, અલીમામદ જત, હાસમ કુંભાર, પી.સી. ગઢવી, ગીરીશ જોષી, ઈબ્રાહીમ કુંભાર સહિત તા.પં.ના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.