કચ્છની તરૂણી મ્યુકોરમાઈસોસીસની ઝપેટમાં : તબીબો ચોંકી ઉઠ્યા

ઘરે કોરોનાની સારવાર દરમ્યાન તરુણીને સ્ટેરોઇડ અપાતા શરીરમાં વધ્યું બ્લડ સુગરનું પ્રમાણ : આખો પરિવાર કોરોનાની ઝપેટમાં હોવા છતાં સામાન્ય કોરોનાથી સ્વસ્થ થયેલી તરૂણીને મ્યુકોરમાઈકોસીસનો ચેપ લાગતા તર્ક વિતર્કો : તરૂણીની સારવાર દરમ્યાન ઓક્સિજનનો ઉપયોગ ન થયો તેમ છતાં ફંગસ થતા અમદાવાદમાં કરાઈ દાખલ

કચ્છમાં કુલ્લ ર૧ કિસ્સાઓ નોધાયેલ છે, હજુ સુધી કોઈ તરૂણીને અસર થયાનો સત્તાવાર કેસ નોધોયલ નથી : શ્રી માઢક (જિલ્લા આરોગ્ય અધિકારી)

ભુજ : કચ્છમાં કોરોના મહામારી વચ્ચે મ્યુકોરમાઇકોસીસના કેસો પણ વધી રહ્યા છે. તેવામાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કચ્છમાં તરૂણીને સામાન્ય કોરોના બાદ મ્યુકોરમાઇકોસીસનો ચેપ લાગ્યો છે. ખાસ વાત એ છે કે, તરૂણીમાં નાની વયે બ્લડ સુગરનું પ્રમાણ વધી જતા તબીબો પણ ચોંકી ઉઠ્યા છે. આ અંગેની વિગતો મુજબ કચ્છની ૧૪ વર્ષીય તરુણી થોડા જ સમય પહેલા કોરોનાગ્રસ્ત થઈ હતી. કોરોનાથી સંપૂર્ણ સ્વસ્થ થાય એ પહેલાં જ તરુણીમાં મ્યુકોરમાઇકોસીસના લક્ષણ જાેવા મળ્યા હતા. શરૂઆતમાં આંખમાં સામાન્ય તકલીફ થઈ, ત્યારબાદમાં નાકમાં સમસ્યા થતા તરુણીનું એમઆરઆઈ કરવામાં આવ્યું હતું. તપાસ દરમ્યાન એ વિગતો સામે આવી કે, કોરોનાની સારવાર ઘરે જ લેતી વખતે તરુણીને સ્ટેરોઇડ આપવાની ફરજ પડી હતી. સારવાર માટે વાપરવામાં આવેલા સ્ટેરોઇડના કારણે તરુણીમાં બ્લડ સુગરનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું. જેથી સુગરને કંટ્રોલમાં લાવવા તરુણીને ઈન્સ્યુલીન આપવાની જરૂરિયાત ઉભી થઇ છે. તરુણીમાં મ્યુકોરમાઇકોસીસના લક્ષણો જાેવા મળતા પ્રાથમિક તપાસ બાદ બાયોપ્સી પણ હાથ ધરાઈ છે. અમદાવાદમાં તરૂણીની સારવાર કરતા આંખના નિષ્ણાત તબીબ ડો. અમિષ પટેલે માધ્યમોને આ વિગતો આપી હતી. અત્રે નોધનીય છે કે, મ્યુકોરમાઈસોસીસ કોવિડ-૧૯ ડાયાબિટીસ પેશન્ટને થવાની શક્યતા વધુ રહે છે. કચ્છની ૧૪ વર્ષિય બાળકીને કોરોના થયો, તે સ્વસ્થ પણ થઈ પણ સારવાર દરમ્યાન સ્ટેરોઈડ અપાતા તેનામાં સુગરનું પ્રમાણ વધી ગયું પરિણામે નાની વયે મ્યુકોરમાઈકોસીસની મહામારીની ઝપેટમાં તે આવી ગઈ, નાની વયે આ બિમારીનો ચેપ લાગતા તબીબો પણ એક તબક્કે ચોંકી ઉઠયા હતા. ૧૪ વર્ષીય તરુણીએ કોરોનાની સારવાર ઘરે જ લીધી હોવા છતાં તરુણીમાં મ્યુકોરમાઇ કોસીસના લક્ષણો જાેવા મળતા અનેક તર્ક વિતર્ક પેદા થયા છે. તરુણીનો આખો પરિવાર કોરોનાની ચપેટમાં આવી ગયો હતો. પરંતુ પરિવારના અન્ય એકપણ સભ્યમાં મ્યુકરમાઇકોસીસના લક્ષણો જાેવા મળ્યા નથી. કોરોનાની સારવાર દરમિયાન તરુણીને ઓક્સિજનની જરૂરીયાત પડી ન હતી.આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી માઢકને પુછતા તેઓએ ક્હયુ હતુ કે, તેઓની પાસે ઓનરેકોર્ડ હાલમાં કુલ્લ ર૧ કિસ્સાઓ કચ્છમાં મ્યુકરના હોવાનુ નોધાયલુ છે જેમા ૧૧ જી.કે.માં તથા ૧૦ જેટલા ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાનુ જણાવ્યુ હતુ.  શ્રી માઢકે કહ્યુ હતુ કે, કોઈ તુરૂણીને આવી અસર થઈ હોવાનુ તેઓના પાસે સત્તાવાર રીતે કોઈ જ માહીતી નોધાયેલ નથી. છતા તેઓઅ આ બાબતે તપાસ કરવાની ખાત્રી આપી હતી.