કચ્છના વિદ્યુત કર્મીઓએ ૧૯૦ગામોની રહેણાંક વીજળી અને ખેતીના ૩૬૬ ફીડર અને ૧૪૧થાંભલાઓને વીજળીવેગે યથાવત કર્યા

તાઉ’તેના ભારે પવનથી ખોરવાયેલા વીજપુરવઠાને બે દિવસમાં પૂર્વવત  કરાયો

ભુજ, ગુરૂવાર. તારીખ ૧૭થી ૨૦દરમિયાન રાજ્ય પર ત્રાટકેલા વાવાઝોડાની અસર હેઠળ ફૂંકાયેલા ભારે પવનના કારણે કચ્છ જિલ્લામાં પણ ૧૭મી તારીખે ઠેકઠેકાણે વીજપુરવઠો ખોરવાયો હતો અને સાધનિકતાંત્રિકક્ષતિઓ પહોંચી હતી. કચ્છના ૧૯૦ગામોમાં  ઘરની વીજળી જતા તત્કાલ મોડી રાત્રે જ ૯૮ જેટલા ગામોની રહેણાંકવીજળી પૂર્વવત્ કરી દેવામાં આવી હતી. મોડી રાત્રે જ પી.જી.વી.સી.એલ દ્વારા રહેણાંકના ૪૪ફીડર પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા હતા. ખેતીવાડીના ૩૬૬ક્ષતિગ્રસ્ત ફિડરો પણ યુદ્ધના ધોરણે વીજતંત્રની ટીમોએ સમારકામ કરી પૂર્વવત કરી દીધા છે. પી.જી.વી.સી.એલ.ના અધિક્ષક ઇજનેરશ્રી એ.એસ.ગુરવા જણાવે છે કે તાઉ’તે વાવાઝોડાના ભારે પવનથી કચ્છના ૧૯૦ગામોમાં અંધારપટ છવાયો હતો જેમાંથી ૯૮ગામોમાં તત્કાળ પૂર્વ તૈયાર કરેલી ટીમે વિજળી શરૂ કરી દીધી હતી. વાવાઝોડાથી ખેતીના ૩૬૬ફિડરો , ૧૪૧થાંભલાઓ અને પાંચ ટ્રાન્સફોર્મરો ક્ષતિગ્રસ્ત થયા હતા જેને વીજકર્મીઓએ બે દિવસમાં જ યુદ્ધના ધોરણે પૂર્વવત કરી દીધા છે .કચ્છમાં અંજાર સર્કલ અને ભુજ સર્કલની વીજ કચેરીઓને પણ ભારે અસર થઇ હતી.અમારી ટીમે ભારે મહેનતથી પરિસ્થિતિઓને પૂર્વ વત કરી લીધી છે .વહીવટી તંત્રની સુચના અને અમારી પૂર્વ તૈયારી અને વીજળી કર્મીઓની મહેનતથી અમે આ ઝડપભેર કરી શક્યા છીએ .ભુજ સર્કલના ડેપ્યુટી ઈજનેર જીગીષાબેન વ્યાસ કહે છે કે ભુજ સર્કલમાં થયેલી ક્ષતિમાં વીજ કર્મીઓએ મહેનત દેખાડી છે જ્યારે ભુજ સર્કલ પી.જી.વી.સી.એલ.નખત્રાણા ડિવિઝનના  ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ કે. એન. કણજરીયા કહે છે કે,’વાવાઝોડામા પવને વીજ્તંત્રની કામગીરીને અસ્તવ્યસ્ત કરી દીધી હતી .અમારા ઘરમાં પણ અંધારું હતું મારા જેવા ઘણા કર્મચારીઓના ત્યાં અંધારું હતું પણ અમે લોકોએ સૌથી પહેલી પ્રાયોરિટી અમારા કામ ને આપી કારણકે અમારી જેમ દરેક ના ઘરમાં સાથે જ  અજવાળું થાય…..