સુરતના સ્ન્છનો સેવાયજ્ઞ કાબીલેદાદ : કા..શ..આવા ‘હર્ષ’ કચ્છમાં પણ પાકે..!

સુરતમા કોરોનાનો કોહરામ મચી જવા પામી ગયો છે તેવા સમયે હર્ષ સંઘવીએ ખુદ ૭ર જ કલાકમાં ર૦૦ બેડની હોસ્પીટલ સ્વબળે કરી ઉભી : દર્દીઓને સારવાર, ભોજન, ઓકસિજન-વેન્ટીલેટર સહિતની અઢળક સુવિધાઓ ધારાસભ્યએ ખુદના ખર્ચે કરાવી ઉપલબ્ધ

મારૂ શું.., સારા નહીં મારા, પાંકે કુરો.ની જ નીતીરતિમાં રાચી રહેલા બની બેઠેલા રાજકારણીઓ ભણી કચ્છના પ્રષુદ્ધવર્ગની ગંભીર ટકોર : સુરતના એમએલએ લોકોની પીડા-વેદના સમજવા આમપ્રજાજનો – મતદારો અને સરકારની પડખે ઉભા રહેવાની ફરજ અદા કરી શકે છે તો કચ્છના રાજકારણીઓ કેમ નહી ?

કચ્છમાં રેમડેસીવીર ઈન્જેકશનની અછત, ઈન્જેકશન મેળવવાની જટીલ પ્રક્રીયાઓની જાણકારીનો અભાવ છે, આ માટે દર્દીઓના સગાઓને ઈન્જેકશનો ઉપલબ્ધ ન કરાવી શકો તો વાંધો નહી પણ માર્ગદર્શન તો અપાવો, જરૂરી ફોનના દોરડાઓ તો ગુમાવી દેખાડો, ઓકસિજન ન મળવા, સરકારી માળખાઓ વાળી હોસ્પિટલમા દર્દીઓને થતી હાલાકી, ટેસ્ટીગમા કચાશ સહિતના અંગે તો ખુદ આગળ આવીને વ્યવસ્થાઓ કરી દેખાડો : કચ્છના રાજકારણીઓ માત્ર તસવીરી લીંબડજશ ખાટવા પુરતા જ દેખાતા હોવાથી લોકો પુછી રહ્ય છે સવાલો

ગાંધીધામ : રાજકારણ એટલે માત્ર સસ્તીપ્રસીદ્ધી અને સેવાના નામે મેવા ખાઈ લેવાનું જ માધ્યમ બની ગયુ હેાવાની ઉકિત અને મેણાને જાણે કે ખોટું પાડતા હોય તેમ વર્તમાન કોરોનાની મહામારીના કપરા સમયકાળમાં સુરતના એમએલએ હર્ષ સંઘવીએ રાજકીય જગતને નવી દશા-દીશા જ બતાવ દીધી હોયતેમ સેવાયજ્ઞ આદરી દીધો છે.
સુરત ગુજરાતમાં કોરોનાનુ હોટસ્પોટ બની જવા પામી ગયુ છે અને કોરોનાની મહામારીએ અહી માજા જ મુકી દીધી છે ત્યારે સરકાર સહિતનાઓના પ્રયાસો કયાંય ટુંકા ન પડી જાય તે માટે હવે દર્દીઓની વહારે સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી મેદાને આવી ગયા છે. તેઓએ સુરતમાં ૭ર જ કલાકમાં ર૦૦ બેડની કોવિદ કેર હોસ્પિટલ શરૂ કરાવી દીધી છે. એટલુ માત્ર જ નહી પણ આ હોસ્પિટલ ડો.સંઘવીએ ખુદના ખર્ચે શરૂ કરાવડાવી હોવાનુ માલુમ પડી રહ્યુ છે. એટલુ માત્ર જ નહી પણ અહી દર્દીની સારવાર, જમવા, નાસ્તા અને ઓકસિજન તથા વેન્ટીલેટર સહિતના જરૂરી સાધન-સામગ્રીનો ખર્ચ પણ આ ધારાસભ્ય હર્ષ સંઘવી જ કરી રહ્યા હોવાનુ સામે આવવા પામ્યુ છે. વીચાર તો કરો હાલના સમયે સરકારને આ સેવા કેટલી હદે મદદરૂપ થઈ શકશે..!આવા સમયે માત્ર મારૂ શું.., સારા નહીં મારા, પાંકે કુરો.ની જ નીતીરતિમાં રાચી રહેલા બની બેઠેલા રાજકારણીઓ ભણી કચ્છના પ્રષુદ્ધવર્ગની ગંભીર ટકોર સામે આવવા પામી રહી છે. સુરતના એમએલએ લોકોની પીડા-વેદના સમજવા આમપ્રજાજનો-મતદારો અને સરકારની પડખે ઉભા રહેવાની ફરજ અદા કરી શકે છે તો કચ્છના રાજકારણીઓ કેમ નહી? શું કચ્છના તથાગથિત રાજકારણીઓને આવી બુદ્ધી નથી, સુજતું નથી કે પછી ઈચ્છાશકિતનો છે અભાવ? જે રીતે સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીએ આ સેવાઓ ઉભી કરી છે તેવી જ રીતે આવી સવલતો આપી શકવા કચ્છના રાજકારણીઓ પણ સક્ષમ જ છે ! ખાધે પીધે કોઈ રાજકારણીને સમસ્યા કે તકલીફ નથી કે આ રીતે કચ્છની સેવાઓ ન કરી શકે.! આવા સમયે જ જો રાજકારણીઓ સેવા નહી કરે તો પછી કયા સમયે કરશે? તે સવાલ પણ આ તબક્કે ઉઠવા પામી રહ્યો છે. માત્ર અને માત્ર તસવીરી જશ ખાટવામાં જ રચ્યાપચ્યા રહેતા આવા બની બેઠેલા રાજકારણીઓ સુરતના એમએલએની પહેલમાથી કઈ બોધપાઠ કે શબક લેશે ખરા ?