કચ્છના મધ્યમ સિંચાઈના ર૦ ડેમોમાં ૪૦ ટકા પાણી ઉપલબ્ધ

ઉનાળાની સિઝનમાં ખેડૂતો સારી રીતે સિંચાઈ કરી શકશે

ભુજ : આ વર્ષે સારા વરસાદના કારણે કચ્છના મધ્યમ સિંચાઈના ર૦ જેટલા ડેમોમાં હાલ ૪૦ ટકા જેટલું પાણી હોતા ખેડૂતોને આ વર્ષે ઉનાળામાં પાણીની તંગે નહીં રહે. કચ્છમાં ગયા વર્ષે સચરાચર વરસાદના કારણે ર૦ જેટલા મધ્યમ સિંચાઈના ડેમોમાં ૪૦ ટકા જેટલું પાણી ઉપલબ્ધ છે, જેમાં કારાઘોઘા ડેમમાં ૯૮ ટકા, કંકાવટીમાં ૭ર ટકા પાણી હોતા આ વર્ષે ઉનાળામાં ખેડૂતોને સિંચાઈ કરી શકશે, જેથી ધરતીપુત્રોને આ વર્ષે કોઈ તકલીફ નહીં પડે.