કચ્છના પશ્ચિમી સરહદી વિસ્તારમાં બી.એસ.એફ.ના જવાનોને ગુજરાત પ્રવાસન અંગે માહિતગાર કરાયા

ગુજરાત પ્રવાસન વિભાગની ભુજ કચેરી દ્વારા કચ્છ પશ્ચિમી સરહદી છેડો જે ભૂટાઉ, ગુહાર મોટી ગામો (વેસ્ટર્ન મોસ્ટ પોઈન્ટ ઓફ ઈન્ડિયા) તેમજ  છ ખાડીઓ પૈકી એક એવી કોરી ક્રીક વિસ્તારમાં આવેલ છે. જ્યાં ફરજ બજાવતા બી.એસ.એફ.ના જવાનો અને અધિકારીઓને ગુજરાતના પ્રવાસી સ્થળો અંગે વિસ્તૃત રીતે માહિતગાર કરવામાં આવેલ તથા ગુજરાતના પ્રવાસી નકશા, સ્થળો, રોકાણ અંગેની માહિતી આપતા માહિતીસભર સાહિત્યોનું પણ વિતરણ કરવામાં આવેલ છે ગુજરાત પ્રવાસનની વ્યાપક પ્રસિધ્ધિ માટે પ્રવાસી માહિતી કેન્દ્ર, ભુજ દ્વારા એક વેવિધ્યપૂર્ણ પ્રયાસ કરવામાં આવેલ છે. કોવીડ- ૧૯ ધીરે ધીરે કાબુમાં આવતા ગુજરાત પ્રવાસને ફરીથી ધબક્તુ કરવા માટે આવી મુલાકાતોનું આયોજન પ્રવાસન વિભાગની ભુજ કચેરી દ્વારા અનેક જ્ગ્યા ઉપર પણ કરવામા આવી રહયું છે તેવું પ્રવાસી માહિતી કેન્દ્ર-ભુજ, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા જણાવાયું છે.