કચ્છના જનપ્રતિનિધીઓના પેટનું પાણી ક્યારે હાલશે ?

બીજા જિલ્લાના રાજકીય આગેવાનોની તાકાત તો જુઓ, કચ્છના મુખ્ય આરોગ્યધામ સિવિલમાં ખુદના મતક્ષેત્રના દર્દીઓને અપાવી જાય છેસારવાર અને આપણા મતક્ષેત્રના જવાબદારોના વિસ્તારના દર્દીઓ માટે બેડ નથી ખાલી,આપણા જિલ્લાવાળા તો દર્દીઓને ખુદના ક્ષેત્રોમાં સારવાર પણ નથી અપાવી શકતા..!

ગાંધીધામ : કોરોનાની મહામારીએ માજા મુકી છે ત્યારે કટોટકીના ખરા સમયે જ જાણે કે, રાજકારણીઓ પેટનુ પાણી હલાવવાના બદલે પાણીમાં જ બેસી ગયા હોય તેવી રીતે પ્રજાજનોનો મરો થવા પામી રહ્યો છે.તો વળી બીજતરફ આ પ્રકારની નીતીરીતી અખ્ત્યાર કરનારાઓ ભણી રોષ પણ આંતરીક રીતે ભભુકતો જોવાઈ રહ્યો છે.પ્રબુદ્ધવર્ગમાં જે ટકોર થવા પામી રહી છે તે અનુસાર કચ્છના જનપ્રતિનિધીઓ કયારે પેટનુ હલાવશે પાણી? અન્ય જિલ્લાના રાજકારણીઓ પાસેથી કઈક તો શીખો! કચ્છ આસપાસના જિલ્લાઓના રાજકારણીઓ ખુદના મતવિસ્તારના લોકો-પ્રજાજનો માટે કચ્છમાં હોસ્પિટલોમાં સારવાર અપાવી જાય છે, ઓકિસજન અહીથી મોટી માત્રમાં તેઓ લઈ જઈ અને પ્રજાજનોને જીવન બક્ષી રહ્યા છે જયારે કચ્છ સાથી વધુ ઓકિસજન ઉત્પાદન કરતો વિસ્તાર હોવા છતા પણ પ્રાણવાયુ માટે ટળવળી રહ્યો છે. ઈન્જેકશનોની તડાફડી થઈ રહી છે. પથારીઓ ખાલી નથી અને હોસ્પિટલોના ગેટ બંધ કરી દેવામાં આવી રહ્યા છે.
કયાં છે આવા બધા સમયે આપણા જનપ્રતિનિધીઓ..? સવાલો તો આવા સહેજ સહેજે થવાના જ છે. અન્યત્ર જિલ્લાના રાજકારણીઓ કચ્છમાં મુખ્ય સિવિલ હોસ્પિટલમાં પોતાના દર્દીઓને બેડ અપાવી જાય, સારવાર કરાવી જાય, ઓકિસજનોના બાટલા લઈ જાય તો આપણા જિલ્લામાં જનપ્રતિનિધીઓ કેમ પડી રહ્યા છે આ બધી બાબતે ટુંકા? આપણે અન્યત્ર લેવા જવાની તો વાત નથી, પણ આ જનપ્રતિનિધોઅ ખુદના જિલ્લામાં મળતી સુવિધાઓ પણ દર્દીઓને પુરી પડાવવા ઉણા ઉતરી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે.