કચ્છનાં ભૂકંપ પરિવારોને મકાનની સનદ અપાશે

0
119

રાજયનાં મહેસુલ મંત્રીની જાહેરાત

કચ્છમાં ભૂકંપ સમયના અસરગ્રસ્ત મકાનોને સનદ આપવાની કામગીરી શરૂ. અસરગ્રસ્ત 6 હજાર મકાનોને એક મહિનામાં સનદ આપવામાં આવી. જમીન રિ-સર્વેની કામગીરી પૂરજોશમાં કરાશે. ત્રણ મહિનામાં જમીન રિ-સર્વેના 3 હજાર કેસનો નિકાલ કરવાનો સરકારે દાવો કર્યો છે. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, વર્ષના અંત સુધીમાં જમીન રિ-સર્વેના તમામ કેસનો ઉકેલ લવાશે. આ વર્ષના અંત સુધીમાં મોટા ભાગના પ્રશ્નનું નિરાકરણ લાવવાનો સરકારનો દાવો છે.