કચ્છથી લઈ ગુજરાત ભરમાં ગુંજતો યક્ષ સવાલ : કયા મોતના આંકડા સાચા ? સરકારી ચોપડે નોંધાયેલા કે સ્મશાન ગૃહના ?

image description

ગાંધીધામ : કોરોનાના બીહામણાં ચિત્રો સામે આવવા પામી રહ્યા છે. રાજયભરમાં કોરોનાએ કોહરામ મચાવી દીધો છે તેવામાં હવે લોકોના સંક્રમિત થવાના કેસોના આંકડાઓમાં તો વિસંગતતાઓ દેખાતી જ રહેતી હતી હવે મૃતકાંક પણ કયો સાચો માનવો તેની લઈને પણ અસમંજતાનો માહોલ સામે ઉભો થતો જોવાઈ રહ્યો છે. કચ્છથી લઈ અને રાજકોટ-સુરત-અમદાવાદ સહિતના ક્ષેત્રોમાં મોતના આંકડાઓ સવાલો ઉભા કરી રહ્યા છે. સરકારી ચોપડે કચ્છમાં પણ જયાં બેથી પાંચ મોત દર્શાવાય છે ત્યારે સ્મશાનગૃહમાં રપ જેટલાઓની અંત્યેષ્ઠી થઈ હોવાનો ચિંતાજનક આક સામે આવવા પામી રહ્યો છે. ગુજરાત માં ૨૭ વર્ષથી વધુ સમયથી સત્તા પર છે તે સત્તાધારી પક્ષ ભાજપના સૂત્ર ‘જય શ્રી રામ‘ હાલ ‘રામ નામ સત્ય હૈ ‘ની કગાર પર આવી પહોચ્યું છે. વૈશ્વિક મહામારી કોરોનાનું તાંડવ દિવસે ને દિવસે ઘેરાતું જઈ રહ્યું છે. ગાંધીનગર – કોરોનાની સ્થિતીમાં રોજેરોજ રેકોર્ડ સર્જી રહ્યું છે. મનપામાં સેક્ટર ૫માં સૌથી વધુ કેસ નોંધાતાં બન્યું હોટ સ્પોટ વિસ્તાર બન્યો છે. ગાંધીનગર કોર્પોરેશનમાં કોરોના બ્લાસ્ટ જેવી પરિસ્થિતિ છે. ૨૯ કર્મચારીઓ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.સૌથી વધુ આરોગ્ય શાખાના કર્મચારીઓ ઝપટમાં આવ્યા છે. સંક્રમણને પગલે અન્ય કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. વકરતી કોરોના સ્થિતી વચ્ચે રેપીડ ટેસ્ટ કીટની ભારે અછત બહાર આવી છે. કીટની અછતને પગલે ટેસ્ટીંગ મર્યાદિત કરાવાયા છે. ૩ દિવસ ચાલે એટલો જ કીટનો જથ્થો જીલ્લામાં ઉપલબ્ધ હોવાના અહેવાલ પણ સાંપડી રહ્યા છે.તો બીજી બાજુ જીલ્લામાં કોરોનાથી થયેલામોતના આંકડા પણ સવાલ ઉભા કરી રહ્યા છે. રાજ્યમાં સરકારી ચોપડે નોધાયેલા મોત અને સમશાન ગૃહમાં નોધાયેલા કેસમાં માસ મોટો તફાવત આંખે ઉડીને વળગે તેવો છે.