કચ્છથી અમદાવાદ પહોંચેલા ૧ર૦૦ ઓક્સિજન સિલિન્ડર આજે નાગાલેન્ડને વિશેષ વિમાન મારફતે કરાશે રવાના :

કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં આવેલા રામા સિલિન્ડર યુનિટે બનાવ્યા છે સિલિન્ડર

ગાંધીધામ : દેશમાં જયારે જયારે કોઈ કુદરતી કે કૃત્રિમ મોટી આફત કોઈ પણ ક્ષેત્રમાં આવતી હોય છે ત્યારે કચ્છ તેની સેવાભાવનાના દર્શન કરાવતુ જ રહે છે અને અસરગ્રસ્ત તથા ભોગગ્રસ્ત વિસ્તારોની વહારે એક યા બીજી રીતે સેવાયજ્ઞો કચ્છમાથી પણ હાથ ધરાતા જ રહ્યા છે. કોરોનાની મહામારીમાં પણ કચ્છ અન્યને માટે મદદ કરવાની બીડું ઝડપતું જ રહેતુ હોવાનો વધુ એક દાખલો સામે આવવા પામી રહ્યો છે.આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર કચ્છમાં કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક જાેનમાં આવેલા રામા સિલિન્ડર યુનિટસ દ્વારા કોરોનાના કપરા કાળમાં કોમિર્શિયલ ઓકિસજનનુ કામ બંધ રાખી અને મહામારીમાં મદદરૂપ થવાના ભાગરૂપે મેડીકલ ઓકિસજન સિલિન્ડર બનાવવાનું બીડુ ઝડપયુ હતુ અને અહીના રામા સિલિન્ડર દ્વારા બનાવાવમાં આવેલા સિલિન્ડર અમદાવાદ સરકારને સુપરત કરવામા આવ્યા હતા જે આજ રોજ અમદાવાદથી નાગાલેન્ડ મોકલવામાં આવી રહ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર નાગાલેન્ડમાં ઓકિસજન સિલિન્ડરની ભારે ઘટ્ટ વર્તાઈ રહી છે દરમ્યાન જ ભારત સરકાર દ્વારા નાગાલેન્ડ સરકારને મદદ કરવાના ભાગરૂપે જ કચ્છમાં બનાવાયેલા ઓકિસજન સિલિન્ડર આજ રોજ એસેન્શીયલ સેવાના ભાગરૂપે જ વિશેષ વિમાન મારફતે અમદાવાદથી નાગાલેન્ડ રવાના કરવામાં આવી રહ્યા છે. મેસિકલ ઓકિસજનનો આ જથ્થો નાગાલેન્ડ પહોચતા ત્યાના દર્દીઓ અને પ્રસાસનને મોટી રાહત થવા પામી શકશે.