કંડાલા-ખારીરોહર માર્ગ પરથી ચોરાઉ ડીઝલ ઝડપાયુ : આરોપીઓ ફરાર

કંડલા મરીન પોલીસે ૩૦,૪૧૫ની કિમતના ડીઝલ ભરેલા 11 કેરબા ઝડપ્યા

ગાંધીધામ : સંકુલના કંડલાથી ખારીરોહર જતા માર્ગ પર બીપીસીએલ કંપનીની પાઇપલાઇનમાંથી કરાતી ડીઝલચોરીમાં પોલીસે ચોરાઉ ડીઝલનો જથ્થો ઝડપ્યો હતો. જ્યારે આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ન હતા.

પ્રાપ્ત વિગતો મુજબ કંડલા મરીન પોલીસ સ્ટેશનની ટીમ પોટ્રોલિંગમાં હતી, તે દરમિયાન કંડલાથી  ખારીરોહર તરફ જતા રસ્તા પર આવેલ બીપીસીએલ કંપનીની પાઇપલાઇનમાં પીલર નં. ૪૨૨ પાસેથી અમુક ઈસમો ડીઝલની ચોરી કરાતી હોવાની બાતમી મળી હતી. જેને આધારે કંડલા મરીન પોલીસની ટીમ દ્વારા બાતમી મુજબના સ્થળે ધસી જઈને રેઈડ કરવામાં આવી હતી. જેમાં ડીઝલની ચોરી કરવા આવનાર શખ્સો નાશી ગયા હતા. જો પોલીસને બનાવ સ્થળેથી ડીઝલ ભરેલા 11 નંગ કેરબા મળી આવ્યા હતા. પોલીસે ડીઝલ સહિતનો રૂ. ૩૦,૪૧૫/- નો મુદામાલ પકડી પાડીને અજણાયા ચોર ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધીને  આગળની તપાસ હાથ ધરી છે.