કંડલા – ગોરખપુર વચ્ચે વિશ્વની સૌથી લાંબી એલપીજી ગેસ પાઈપ લાઈનનું કામ શરૂ

image description

ગાંધીધામ : વિશ્વની સૌથી લાંબી એલપીજી ગેસ પાઈપલાઈન પરિવહન યોજના કંડલા ગોરખપુરનું કામ શરૂ થયું છે. વારાણસીમાં આ લાઈનનું ભૂમિપૂજન પણ કરાયું હતું. કંડલાથી ગોરખપુર વચ્ચે ર૮૦૦ કિલોમીટરની લાંબી એલપીજી પાઈપલાઈન પાથરવામાં આવનાર છે, જે વિશ્વની સૌથી લાંબી પાઈપલાઈનનો પ્રોજેકટ હોવાનું માનવામાં આવે છે. વારાણસીમાંથી આ પાઈપ લાઈન પસાર થવાની હોવાથી ભૂમિપૂજન કરાયું હતું. કંડલા ટર્મિનલથી ઉત્તરપ્રદેશના ગોરખપુર સુધીના આ પ્રોજેકટમાં ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિંયમ, હિન્દુસ્તાન પેટ્રોલિંયમ જેવી કંપનીઓના જોડાશે. આ પાઈપલાઈન પ્રોજેકટથી ૩૪ કરોડ લોકોને સુવિધાનો લાભ મળશે.