કંડલામાં મોટી દુર્ઘટના સહેજમા ટળી : આઈઓસીની પેટ્રોલની પાઈપલાઈનમાં લીકેજથી તંત્રમાં દોડધામ..!

કોરોના-બ્લેકફંગસ તથા વાવાઝોડાના ખતરાની વચ્ચે જ ઓઈલ કંપનીઓની લાપરવાહી બરકરાર : ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન લી.કંપનીની પાઈપલાઈનમાં છીંડાનો વધુ એક ગંભીર દાખલો આવ્યો બહાર : ડીપીટી કંડલા ફાયર ફાયટરની ટીમ-મરીન પોલીસ સહિતની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ

કોરોના-બ્લેકફંગસ તથા વાવાઝોડાના ખતરાની વચ્ચે જ ઓઈલ કંપનીઓની લાપરવાહી બરકરાર : ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન લી.કંપનીની પાઈપલાઈનમાં છીંડાનો વધુ એક ગંભીર દાખલો આવ્યો બહાર : ડીપીટી કંડલા ફાયર ફાયટરની ટીમ-મરીન પોલીસ સહિતની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ

આઈએમસીની મહાકાય ટેંકમાં ભયાવહ આગની ઘટના ભૂલાઈ નથી ત્યાં..!

ગાંધીધામ : કંડલા સંકુલ અણુબોમ્બ પર બેઠુ છે. દેશ-દુનીયાના અતિ જાેખમી કેમીકલ અહી વહન થઈ રહ્યા છે તો ટાંકાઓમાં પણ સંગ્રહાયેલા છે. આવામાં પ્રવાહીક્ષેત્રમાં લીકેજની કેાઈ ઘટના ઘટે તે ખુબજ ગંભીર કહી શકાય તેમ છે. લીકેજ નાનુ હોય કે મોટુ તે બાબતે જરા સહેજ પણ ગાફેલિયત પાલવી શકે જ નહી. આઈએમસીના ટેન્કની મહાકાય આગની ઘટના બોધપાઠ રૂપ જ લેવી જાેઈએ.આ ઘટનામાં આગ કલાકો સુધી કાબુમાં લઈ શકાઈ ન હતી અને તેમાં એક જ ઝાટકે ત્રણેક કામદારોના મોત થવા પામી ગયા હતા. ડીપીટી પ્રસાસન તથા પૂર્વ કચ્છ કલેકટરશ્રી સહિતનાઓ પણ આઈઓસીની આ લીકેજની ઘટના બાબતે કડક રાહે પુછાણા લે તે જરૂરી બની રહ્યુ છે.

ગાંધીધામ : દેશ અને કચ્છ-ગુજરાત પર કુદરતી મહામારીઓ ભરી આફત સતત આવી રહી છે અને હજુય તોળાઈ રહી તેવામા દેશના મહાબંદર પૈકીના એક એવા દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ કંડલામાં આવેલી મહાકાય ઓઈલ ટેન્કની કંપનીઓ હજુય જાણે કે બેદરકાર જ રહેતી હોય તેમ અહી હજુય મોટી ઘટનાઓને અંજામ અપાઈ જાય તે રીતેના છીંડાઓ ભરી ઘટનાઓ સામે આવવા પામી રહી છે.
દરમ્યાન જ આજ રોજ જાણવા મળતી વધુ વિગતો અનુસાર કંડલાના મીઠાપોર્ટ વીસ્તારમાં આવેલ ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન લીમીટેડની પેટ્રોલની પાઈપલાઈનમાં લીકેજની ઘટના ઘટવા પામી ગઈ હતી. એકચોટ આ પ્રકારના લીકેજથી કંપનીમાં તથા વહીવટીતંત્રમાં પણ દોડધામની સ્થીતી સર્જાવવા પામી ગઈ હતી. લીકેજને કાબુમાં કરવા અથવા તો મોટી ઘટનાને બનતી અટકાવવા માટે તાબડતોડ અહી ફાયર બ્રીગેડની ટીમ કામે લગાડવામા આવી ગઈ હતી અને લીકેજને કાબુમાં કરી લેવામા આવી હોવાથી મોટી દુર્ઘટના બનતા સહેજમાં અટકી જવા પામી ગઈ હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે.આ બાબતે ડીપીટી કંડલાના ફાયર ફાયટર વિભાગને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, સવારે દસ વાગ્યે આઈઓસીની પાઈપલાઈનમા લીકેજની ઘટનાનો કોલ મળ્યો હતો જે બાદ અમારી ટુકડી તરત જ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી અને ગણતરીના સમયમા જ લીકેજને સાંધી દીધુ છે. પીન હોલ સમાન સામાન્ય લીકેજ જ હતુ કોઈ મોટી ઘટના બનવા પામી ન હોવાનુ ફાયર ફાયટર વિભાગના શ્રી વર્ગીશે જણાવ્યુ હતુ. બીજીતરફ કંડલા મરીનના શ્રી એ જી સોલંકી પુછતા તેઓએ કહ્યુ હતુ કે, મીઠાપોર્ટ વિસ્તારમા ગેટ પાસે આઈઓસીની પેટ્રોલની પાઈપલાઈનમા લીકેજ થવા પામ્યુ હતુ. પ્રાથમિક તબક્કે લાઈનની નિપ્પલ તુટી જવા પામતા લીકેજ થવાનુ માલુમ પડયુ છે. તેઓને જાણ થતા જ ટીમ ઘટનાસ્થળે મોકલી આપી હતી અને તરત જ આસપાસનો વિસ્તાર કોર્ડન કરી અને ફાયર બ્રીગેડની ટીમ દ્વારા સમારકામ હાથ ધરવામા આવી ગયુ હતુ જે પૂર્ણ પણ થવા પામી ગયુ છે.