એ સગીરાને તેના સગા ભાઈએ જ શરીર સંબંધ બાંધી માતા બનાવી

  • ભચાઉમાં બની હડાહળ કળયુગી ઘટના

ભચાઉ પોલીસ મથકે પોકસો સહિતની કલમો તળે નોંધાયો ગુનો

ભચાઉ : અહીંના નવાગામે રહેતી સગીર કન્યા સાથે તેના જ સગા ભાઈએ મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધીને ગર્ભવતી બનાવી હતી. ભોગગ્રસ્ત સગીરાએ દીકરીને જન્મ આપતા સામે આવેલી ઘટનાને પગલે ભચાઉ પોલીસ મથકમાં પોકસો સહિતની કલમો તળે ગુનો નોંધાયો છે.મળતી વિગતો મુજબ મૂળ ભચાઉના નવાગામના અને મુંબઈ સ્થાયી થયેલા પરિવારમાં બનેલી ધ્રુણાસ્પદ ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે. હડાહળ કલયુગી ઘટનાએ લોહીના સંંબંધોનો પણ છેદ ઉડાવ્યો છે. ગતરોજ નવાગામની સગીરાને પેટમાં દુઃખાવો થતાં હોસ્પિટલ ખસેડાઈ હતી અને તેણે નવ માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું. આ સગીરાએ દિકરીને જન્મ પણ આપ્યો હતો. બનાવ પ્રકાશમાં આવ્યા બાદ સગીરાની લાચાર માતાએ તેના જ કપૂત સામે પોકસો સહિતની કલમો તળે ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ ૧૬ વર્ષની સગીરા સાથે ફરિયાદીના પુત્રએ જ એટલે કે સગીરાના સગા ભાઈએ મોબાઈલ આપવાની લાલચ આપીને સગીરાની મરજી વિરૂધ્ધ અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો હતો અને ભોગ બનનાર સગીરાને ગર્ભધારણ કરાવતા તેણે દિકરીને જન્મ આપ્યો હતો. સમાજ માટે લાલબત્તી સમાન આ ઘટનામાં ભચાઉ પોલીસે ગુનો નોંધતા ઈન્ચાર્જ પીઆઈ પી.એન. ઝીંઝુવાડિયાએ આગળની તપાસ હાથ ધરી છે. બનાવમાં લાચાર માતાની મજબૂર કેવી કહેવાય કે, ભોગ બનનાર તેની પુત્રી છે અને તેને તેના પુત્ર સામે જ પોકસો સહિતની કલમો તળે ગુનો નોંધાવવો પડ્યો..!