એસબીઆઇએ ફરીથી વ્યાજ દર ઘટાડ્યાંઃ૬.૭૦%ના દરે હોમ લોન મળશે

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (જીમ્ૈં)એ હોમ લોનના વ્યાજ દરમાં ફરીથી ઘટાડો કર્યો છે. ૩૦ લાખ રૂપિયા સુધીની હોમ લોન હવે ૬.૭૦%ના વ્યાજ દરે મળશે. જો તમે હોમ લોન ૩૦ લાખથી વધારે લો છો તો ફરીથી તમારે ૬.૯૫%ના દરે વ્યાજ ચૂકવવું પડશે.બેંકે શનિવારે આ જાણકારી આપી હતી. બેંકના જણાવ્યા પ્રમાણે, ૩૦ લાખથી લઈને ૭૫ લાખ રૂપિયા સુધીની હોમ લોન પર ૬.૯૫%નો દર લાગુ રહેશે. જો લોન ૭૫ લાખથી વધારે છે તો વ્યાજ દર વધીને ૭.૦૫% થઈ જશે. જો તમે તેની બેંકિંગ એપ યોનોથી લોન માટે અપ્લાય કરો છો તો તમને ૫મ્ઁજીની છૂટ મળશે.જીમ્ૈંના રિટેલ અને ડિજિટલ બેંકિંગ મેનેજિંગ ડિરેક્ટર સી.એસ શેટ્ટીના જણાવ્યા પ્રમાણે, હોમ ફાઈનાન્સમાં જીમ્ૈં એક માર્કેટ લીડર છે અને હોમ લોન માર્કેટમાં ગ્રાહકોના સેન્ટીમેન્ટને ધ્યાનમાં રાખતા વ્યાજ દર ઓછો રાખવામાં આવે છે. અમને વિશ્વાસ છે કે હોમ લોન લેનારા અને રિયલ ઈસ્ટેટ ઈન્ડસ્ટ્રી બંને માટે આ નવો નિર્ણય સારો રહેશે. ગ્રાહકો યોનો દ્વારા હોમ લોન માટે અપ્લાય કરીને ૫મ્ઁજીની છૂટ મેળવી શકે છે. ???????ગત નાણાકીય વર્ષમાં બેંકે તેના હોમ લોનના વ્યાજ દર ઘટાડીને ૬.૭૦% કર્યા હતા. તે ૩૧ માર્ચ સુધી માટે હતા અને એપ્રિલમાં બેંક ફરીથી તેને વધારીને ૬.૯૫% કરી દીધા હતા. પરંતુ કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખતા બેંકિંગ ઈન્ડસ્ટ્રીમાં પહેલાથી જ ઓછા દરોને જોતાં બેંકે ફરીથી જૂના દર લાગુ કર્યા.