એમપીમાં ૧૧૦ કિમીની સ્પીડથી પસાર થઈ પુષ્પક એકસપ્રેસ, રેલવે સ્ટેશનનું બિલ્ડિંગ ધરાશાયી

ટ્રેનની સ્પીડના કારણે ઊભા થયેલા કંપનને કારણે ચાંદની રેલવે સ્ટેશનનો કેટલોક હિસ્સો તૂટી પડો

મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં એક અચંબામાં મૂકનારી દુર્ઘટના બની. ટ્રેન સ્પીડમાં પસાર થતાં ધ્રૂજારીના કારણે રેલવે સ્ટેશનની બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ. સારી બાબત એ રહી કે તે મસયે સ્ટેશનની બિલ્ડિંગમાં કોઈ નહોતું. આ દુર્ઘટનાના કારણે રેલવે કર્મચારીઓ અને અન્ય લોકો પણ હતપ્રભ છે.

મળતી જાણકારી મુજબ, ઘટના નેપાનગરથી અસીગઢની વચ્ચે બની. અહીંથી પુષ્પક એકસપ્રેસ ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થઈ. ટ્રેને સાંજે લગભગ ૪ વાગ્યે  જંગલની વચ્ચે આવેલા ચાંદની રેલવે સ્ટેશનને ક્રોસ કરી તો ત્યાં તેના કારણે ઊભી થયેલી ધ્રૂજારી રેલવે સ્ટેશનની બિલ્ડિંગ સહન ન કરી શકી. જોતજોતામાં તો બિલ્ડિંગનો આગળનો હિસ્સો ધરાશાયી થઈ ગયો.

ધ્રૂજારી એટલી જોરદાર હતી કે સ્ટેશન અધીક્ષક કક્ષની બારીઓના કાચ ફુટી ગયા. બોર્ડ તૂટીને નીચે પડી ગયું. કાટમાળ પ્લેટફોર્મ પર વિખેરાઈ ગયો. ઘટનાસ્થળે તૈનાત એએસએમ પ્રદીપ કુમાર પવાર ટ્રેનને લીલી ઝંડી બતાવવા માટે બહાર આવ્યા. બિલ્ડિંગ પડતું જોઈને તેઓ સુરક્ષિત સ્થળે જતા રહ્યા. તેઓએ આ ઘટનાની જાણકારી ભુસાવળથી એડીઆરએમ મનોજ સિંહા, ખંડવા એડીએન અજય સિંહ, સીનિયર ડીએન રાજેશ ચિકલેને આપી.તમામ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાક્રમની જાણકારી મેળવી. ઘટનાસ્થળ પર ભુસાવળ, ખંડવા, બુરહાનપુરની આરપીએફ અને જીઆરપીને તૈનાત કરવામાં આવી છે. ઘટના દરમિયાન પુષ્પક એકસપ્રેસ એક કલાક સુધી ઊભી રહી. ત્યારબાદ અન્ય ટ્રેનો લગભગ ૩૦ મિનિટ સુધી પ્રભાવિત થઈ હતી.

ચાંદની રેલવે સ્ટેશન ની આ બિલ્ડિંગ વર્ષ ૨૦૦૭માં બની હતી. ભુસાવળ ડીઆરએમ વિવેક કુમાર ગુા મુજબ, ચાંદની સ્ટેશનની બિલ્ડિંગનો એક હિસ્સો તૂટો છે. જેને રિપેર કરી લેવામાં આવ્યો છે. તપાસ માટે ટીમને મોકલવામાં આવી છે. તમામ ટ્રેનો નિયમિત ચાલી રહી છે. વધુ નુકસાન નથી થયું.