એન્ટાલીયાકાંડ : મુંબઈથી કચ્છ કનેકશન : ભુજના બુકી ‘નરેશ’ના સાગરીતો કોણ ?

મનસુખ હિરેન મર્ડર કેસમાં બહાર આવી રહી છે ચોંકાવનારી વિગતો

ભુજનો ક્રીકેટ સટોડીયા નરેશ અને મુંબઈના હવાલદાર શિંદે દ્વારા સાતીગર્તાથી આ કેસને અંજામ આપ્યો હોવાનુ પ્રાથમિક તપાસમાં આવી રહ્યુ છે બહાર : બન્ને શખ્સાએ ૯૪ જેટલા સીમકાર્ડનો કર્યો છે ઉપયોગ : ભુજનો મુળ રહેવાસી નરેશ કચ્છમાં અન્ય કોના કોના સંપર્કમાં હતો? ક્રીકેટસટ્ટોડીયાઓ કચ્છમાં પણ વરસાવરસ રહ્યા છે ચકચારમાં : મુંબઈ-વડોદરા-સુરત-અમદાવાદથી કડી ધરાવતા વાગડ-ભચાઉ-ગાંધીધામ-ભુજ સહિતના પટ્ટાના સટ્ટોડીયાઓ સમયાંતરે રહ્યા છે ચકચારમાં

સચિન વઝેના સંપર્કમાં રહેલા ભુજના બુકી નરેશના જિલ્લાવ્યાપી મુળીયાઓ ઉલેચવા પણ છે તેટલા જ જરૂરી

ખાટલે મોટી ખોટ : એટીએસ જેવી એજન્સી આવા શખ્સોને ભુજમાંથી આવીને ઉપાડી જાય અને આવા માથાભારે આર્ગેનાઈજડ ક્રાઈમને અંજામ આપનારા શખ્સો બાબતે સ્થાનિક ખાખીધારીઓને ગંધ શુદ્ધા ન આવે તે કેટલુ યોગ્ય? :
આવા હજુય અન્ય કેટકેટલા ખુંખાર આરોપીઓ કચ્છમાં પનાહ પામી રહ્યા છે ? : ક્રીકેટસટ્ટોડીયાઓ હોય કે દારૂના બુટલેગરો.. ભ્રષ્ટ ખાખીની રહેમરાહ સિવાય ધંધાઓને ધમધમાવી શકે છે નહી? : ગુન્હેગારો અને સટ્ટોડીયાઓના નરેશની સાથેના તાર ઉપરાંત ખાખીધારીઓમાં પણ નરેશ કોને કોને સાચવતો હતો તેના પણ ચહેરાઓ બેનકાબ કરવા જ ઘટે..!

ગાંધીધામ : મનસુખ હિરેનની હત્યાના કેસમાં એન્ટિ-ટેરરિસ્ટ સ્કવોડે (એટીએસ) ગુજરાતી બુકી નરેશ ગોર અને મુંબઈ પોલીસના ભૂતપૂર્વ હવાલદાર વિનાયક શિંદેની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછ કરતાં આ કેસને લગતી ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. આ આખો ગુનો બહુ જ સાવચેતીપૂર્વક ઝીણામાં ઝીણી બાબતોનું ધ્યાન રાખીને કરવામાં આવ્યો હોવાનું એટીએસનું કહેવું છે. દેશની આર્થિક પાટનગરી એવા મુંબઈ અને મહારાષ્ટ્ર સરકારને હચમચાવી દેનાર આ પ્રકરણમાં કચ્છની કડી સામે આવવા પામી ગઈ છે ત્યારે કચ્છની એજન્સીઓ, સુરક્ષા અને ગુપ્તચરતંત્રો તથા પેાલીસ વિભાગ સહિતનાઓને લઈને પણ સવાલો તો થવા પામી જ રહ્યા છે. ભુજના મુળ રહેવાસી બુકી એવા નરેશ અને કિશોરના બે નામો બહાર આવવા પામ્યા છેે ત્યારે હકીકતમાં આવા ગંભીર પ્રકારના ઓર્ગેનાઈજડ ક્રાઈમને અંજામ આપવા પાછળ નરેશ આણી ગેગમા તેના સાગરીતો તરીકે કોણ કોણ રહેલા છે? નરેશ કચ્છમાં કોના કોના સંપર્કમાં રહેતો હતો? તે સહિતની માહીતીઓ સ્થાનિક પોલીસ અને એજન્સીઓ શોધી કાઢે તે ખુબજ મહત્વપૂર્ણ બની રહે તેમ છે. કચ્છ સરહદી વિસ્તાર છે અને અતિ સંવેદનશીલ એવા કચ્છ જિલ્લામાંથી બેઠા બેઠા મુંબઈના મુકેશ અંબાણી જેવા વિશ્વ પ્રતિષ્ઠીત ઉદ્યોગપતિને અસરકર્તા વિસ્ફોટક સામગ્રીઓ મુકવા સહિતના પ્રકરણને અંજામ અપાય તે જોખમી જ કહી શકાય તેમ છે. હાલમાં તપાસ કરી રહેલી એજન્સી એટીએસનાં સૂત્રોની વાત માનીએ તોે નરેશ અને શિંદે જેવા ‘આરોપીઓએ ત્રણથી પાંચ માર્ચ દરમ્યાન આ ગુનો આચરવા માટે ૧૪ મોબાઇલ અને ૯૩ સિમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. તેમણે જુદા-જુદા મોબાઇલથી ઘણાં બધાં વોટ્‌સએપ અકાઉન્ટ્‌સનો ઉપયોગ કર્યો હતો. આ લોકોએ આખું ઓપરેશન પાર પાડવા માટે એટલી બધી કાળજી રાખી હતી કે એક મેસેજ મોકલ્યા બાદ તેઓ સિમ કાર્ડ ફેંકી દેતા હતા. બન્ને આરોપીઓ ઘણા સમયથી સચિન વઝેને તેના કથિત ગેરકાયદે કામમાં મદદ કરતા હોવાની વાત પણ બહાર આવી રહી છે. એટીએસનાં સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે ‘ગુનામાં વપરાયેલા તમામ ફોન અને સિમ કાર્ડ બુકી સર્કલમાંથી મેળવવામાં આવ્યા હતા. અત્યાર સુધી એવું આવી રહ્યું હતું કે મનસુખ હિરણને તાવડે કરીને એક ઓફિસબરે બોલાવ્યો હતો, પણ તપાસનીશ એજન્સીની તપાસ મુજબ તાવડે નામનો કોઈ અધિકારી ક્રાઇમ બ્રાન્ચમાં નથી. આ ફોન વિનાયક શિંદેએ જ મનસુખને તેમની જાળમાં ફસાવવા કર્યો હતો. એટીએસનાં સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે ‘બન્ને આરોપી વોટ્‌સએપ મેસેજ મારફત સચિન વઝેના સંપર્કમાં હતા. તેમની વચ્ચે ચોથી માર્ચે આવા જ એક મેસેજની આપ-લે થઈ હતી જેમાં ‘કામ હો ગયા’ લખવામાં આવ્યું હતું. આરોપીઓ એક સિમ કાર્ડથી એક જ મેસેજ મોકલતા હોવાથી ડેટા બહુ જ ઓછો વપરાયો હતો. ફોન પણ બહુ જ ઓછા સમય માટે ઓન રહેતો હતો. આને લીધે પોલીસ લોકેશન ટ્રેસ કરવામાં પણ તકલીફ થઈ રહી હતી. આમ છતાં આ લોકો સામે એજન્સી પાસે પૂરતા પુરાવા છે. એજન્સીની ટેકિનકલ ટીમે બહુ જ સારું કામ કર્યું છે. હવેે આ પુરાવાઓ અને બન્ને આરોપીઓને સચિન વઝેની સામે ઊભા કરવાનો એજન્સી સામે પડકાર છે. આવા તબક્કે સરહદી કચ્છની સુરક્ષા એજન્સીઓ, ગુપ્તચરતંત્રો અને પોલીસ સહિતનાઓ પણ એકશનમાં આવે અને નરેશ ટોળકીની સ્થાનિક કડીઓ શોધે તે ખુબજ જરૂરી બની રહ્યુ છે.