એન્કરવાલા હોસ્પિટલ મસ્કાને ર બાયપેપ મશીન અપાયા

ભુજ : સર્વ સેવા સંધ સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઇ છેડાના માર્ગદર્શન હેઠળ સંચાલીત એન્કરવાલા જનરલ
હોસ્પિટલ મસ્કા મધ્યે કોરોનાગ્રસ્ત દર્દીને સારી સુવિધા માટે રોટરી કલબ ઓફ ભુજ દ્વારા સંસ્થાના ટ્રસ્ટી જીગરભાઇ છેડા અને હોસ્પિટલના મેડીકલ ઓફિસર ડૉ.મૃગેશભાઇ બારડને બાયપેપ મશીન નંગ ૨ નું દાન આપવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે રોટરી કલબ ઓફ ભુજના પ્રમુખ ઉર્મિલભાઇ હાથી, ઉપપ્રમુખ અભિજીત ધોળકીયા, સેક્રેટરી પરાગભાઇ ઠક્કર, ટ્રેજરર અશરફ મેમણ, પાસ્ટ ડ્રીસ્ટ્રીગ ગર્વનર ડૉ.હર્ષદ ઉદેશી, ગામના યુવા સરપંચ કીર્તિભાઈ ગોર અને સંસ્થાના ડૉકટરો હાજર રહયા હતા.