એનડીપીએસ ગુનામાં અવાર-નવાર પકડાયેલ આરોપી વિરૂદ્ધ પીટ હેઠળ કાર્યવાહી

ભુજના શખ્સને ઝડપીને એસઓજી દ્વારા ધકેલાયો પાલારા જેલ હવાલે

ભુજ : હાલ રાજયમાં પોલીસ મહાનિર્દેશકશ્રી સીઆઇડી ક્રાઇમ અને ગુજરાત રાજ્ય રેલ્વેઝ દ્વારા કેફી અને માદક પદાથોના સેવનની પ્રવૃતિઓને નેસ્ત નાબુદ કરવા સૂચના અપાઈ છે. તેમજ કેફી અને માદક પદાથોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદાંતર રીતે ડામવા માટે એન.ડી.પી.એસ.ના ગુનામા અવારનવાર પકડાયેલા આરોપી વિરૂધ્ધ કેફી ઔષધો અને મન:પ્રભાવી દ્રવ્યોનાં ગેરકાયદેસર વ્યાપાર અધિનિયમ ૧૯૮૮ (PIT NDPS Act 1988) હેઠળ અટકાયતી પગલા લેવાની સૂચનાને પગલે ભુજના શખ્સની ધરપકડ કરીને પાલારા જેલમાં ધકેલાયો છે.

અંગેના વિગતો મુજબ ઉચ્ચ સ્તરેથી મળેલા આદેશને પગલે કચ્છ બોર્ડર રેન્જ આઈજીપી જે.આર.મોથાલીયા અને પશ્ચિમ કચ્છ એસ.પી. સૌરભ સિંઘની સૂચનાને પગલે એન.ડી.પી.એસ. બદી સદંતર નાબુદ કરવા માટે નાર્કોટિક્સના  અવાર નવાર સાંડોવાયેલા આરોપી વિરૂધ્ધ કેફી ઔષધો અને મન:પ્રભાવી દ્રવ્યોનાં ગેરકાયદેસર વ્યાપાર અધિનિયમ ૧૯૮૮ (PIT NDPS Act 1988) હેઠળ પશ્ચિમ કચ્છ એસઓજી દ્વારા કાર્યવાહી કરાઈ છે. જેમા એસ..જીના ઈન્ચાર્જ પીઆઈ .આર. ઝાલાના માર્ગદર્શન તળે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસના બે ગુનામાં પકડાયેલા આરોપી અબ્દુલ ઉર્ફે અભાડો મામદ સુમરા (રહે. બકાલી કોલોની, ગીતામાકેટ પાસે, ભુજ)ની અધિનિયનમ ૧૯૮૮ (PIT NDPS Act 1988) હેઠળ દરખાસ્ત તૈયાર કરી પોલીસ મહાનિર્દેશક, નાર્કોટિક્સ સેલ, સીઆઈડી ક્રાઈમ અને ગુજરાત રેલ્વેઝને મોકલવામાં આવી હતી. જે દરખાસ્તને મંજૂરી અપતા આરોપી અબ્દુલ ઉર્ફે અભાડો મામદ સુમરાની ધરપકડ કરીને પાલારા ખાસ જેલમાં ધકેલાયો હતો. કાર્યવાહીમાં એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ .આર. ઝાલા, .એસ.આઇ. વિજયસિંહ યાદવ, નરેન્દ્રસિંહ રાણા,  હે.કોન્સ. મદનસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, રજાકભાઇ સોતા તેમજ ડ્રા.પો.કોન્સ. મહિપતસિંહ સોલાંકી, વુ.પો.કોન્સ. સીમાબેન ચૌધરી સહિતના જોડાયા હતો.