ઉ.પ્રદેશ સરકારના મંત્રી વિજય કશ્યપનું કોરોનાથી નિધન

લખનઉ,તા.૧૯ ઉત્તર પ્રદેશ સરકારમાં રાજ્યમંત્રી વિજય કશ્યપનું મંગળવારે નિધન થયું. તેઓ કોરોના સંક્રમિત હતા. તેમની સારવાર ગુડગાંવની મેદાંતા હોસ્પિટલોમાં ચાલી રહી હતી જ્યાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. અત્રે જણાવવાનું કે વિજય કશ્યપ મુઝફ્ફરનગરના ચરથાવલ વિધાનસભાથી વિધાયક હતા. વિજય કશ્યપ યુપી સરકારમાં પૂર અને નિયંત્રણ મંત્રી હતા. તેઓ ૨૯ એપ્રિલના રોજ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. ત્યારબાદ સ્થિતિ ગંભીર થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અત્રે જણાવવાનું કે મંગળવારે જ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરથી ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાનના ભાઈ જિતેન્દ્ર બાલિયાનનું પણ કોરોનાથી મોત થયું છે. તેઓ પંચાયત ચૂંટણીમાં ગામ કુટબીના પ્રધાન બન્યા હતા.