નવી દિલ્હી : ઈરાનના વિદેશ મંત્રી જવાદ ઝરીફ ભારતની મુલાકાતે આવ્યા છે અને ગઈકાલે એમણે દિલ્હીમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે બેઠક કરીને મહત્વની ચર્ચા કરી હતી.સુષ્મા સ્વરાજે એમને એવું આશ્ર્‌વાસન આપ્યું છે કે, ચૂંટણી પુરી થઈ ગયા બાદ નવી સરકાર રચાશે ત્યારે ઈરાન પાસેથી વધુ તેલ ખરીદવાનો નિર્ણય થશે.૨૦૧૫ની ન્યુકલીયર ડીલથી પોતે બંધાયેલ નથી તેવું ઈરાને અમેરિકાને સાફ કહી દીધું છે અને ત્યારબાદ અખાતમાં તંગદિલી ઉભી થઈ છે. અમેરિકાએ દાદાગીરી કરીને ભારતને ઈરાન પાસેથી તેલ ખરીદી બધં કરવા કહ્યું છે.

સુષ્મા સ્વરાજ સાથે બેઠક બાદ ઈરાનના વિદેશમંત્રીએ વાતચીતથી સંતોષ પ્રગટ કર્યેા હતો અને ભારતના હકારાત્મક વલણની પ્રશંસા કરી હતી. ઈરાનના વિદેશ મંત્રીએ અમેરિકાની દાદાગીરીની ટીકા કરી છે અને અખાતમાં ટેન્શન ઉભું કરવાનો આરોપ મુકયો છે.ઈરાની નેતાએ કહ્યું કે, તંગદિલીમાં વધારો કરવાની અમારા તરફથી કોઈ કોશિષ થઈ નથી. અત્યાર સુધી અમે માત્ર બચાવના મોડમાં છીએ.ઈરાન યુરેનિયમનો ભંડાર પોતાના જ દેશમાં સંઘરી રાખવામાગતો નથી માટે તેણે યુરોપીયન દેશોને આ માલ ખરીદવા માટે ડેડલાઈન આપી દીધી છે.આ બન્ને નેતાઓએ અફઘાનિસ્તાનમાં શરૂ થયેલી હિંસા અંગે પણ ચર્ચા કરી હતી અને પોતાની ચિંતા દર્શાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here