ઈઝરાયેલ અને હમાસમાં રૉકેટ હુમલા યથાવત્‌ઃ ગાઝામાં ૬૫ અને ઈઝરાયેલમાં ૭ના મોત

(જી.એન.એસ.)ગાઝા,ઈઝરાયેલ અને ફિલિસ્તાઈનના સંઘર્ષ વચ્ચે ગાઝામાં મોતનો આંકડો ૬૫ સુધી પહોંચી ગયો છે. વળી, ઈઝરાયેલમાં ૭ લોકોના મોત થઈ ગયા છે. હમાસના નવા હવાઈ હુમલાથી બંને વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ થઈ ગઈ છે. ફિલિસ્તાઈન સંગઠન હમાસ અને યેરુસલેમ વચ્ચેની હિંસાએ દુનિયાભરને ચિંતામાં મૂકી દીધુ છે. બંને તરફથી સતત રૉકેટ હુમલા ચાલુ છે. ઈઝરાયેલના હવાઈ હુમલાથી ગાઝાની એક બહુમાળી ઈમારત જમીનમાં ધ્વસ્ત થઈ ગઈ છે. આના જવાબમાં હમાસે વધુ રૉકેટ છોડવાની ચેતવણી આપી છે. અલ જજીરા મુજબ ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઉગ્રવાદી સંગઠન હમાસનો ગાઝા સિટી કમાંડર બસમ ઈસા માર્યો ગયો છે. હમાસ સમૂહે આની પુષ્ટિ કરી છે. બસમ ઈસા હમાસનો અત્યાર સુધીનો સૌથી મોટો અધિકારી હતો.ઈઝરાયેલના હુમલામાં ગાઝામાં માર્યા ગયેલા ફિલિસ્તાનીઓની સંખ્યા ૬૫ થઈ ગઈ છે. જેમાં ૧૬ બાળકો અને ૫ મહિલાઓ શામેલ છે. હુમલામાં ૮૬ બાળકો અને ૩૯ મહિલાઓ સહિત ઓછામાં ઓછા ૩૬૫ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ આ લડાઈ ૨૦૧૪ની ગરમીઓમાં ૫૦ દિવસ ચાલેલા યુદ્ધથી પણ વધુ ખતરનાક લાગી રહી છે. રિપોર્ટસ મુજબ હમાસના કબ્જાવાળા ગાઝાથી છેલ્લા બે દિવસમાં સુધી લગભગ એક હજારથી વધુ રૉકેટ છોડવામાં આવ્યા છે.જો કે ઈઝરાયેલે પોતાના આયરન ડોમ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને પોતાની મોટી વસ્તીને સુરક્ષિત કરી લીધી છે. પરંતુ ટેકનિકલ ખરાબીના કારણે અમુક રૉકેટ આનાથી બચી નીકળ્યા હતા અને જમીન પર પડી ગયા હતા. કહેવામાં આવી રહ્યુ છે કે ઈઝરાયેલના આયરન ડોમનો સક્સેસ રેટ ૮૦-૯૦ ટકા છે.