આસામમાં હિંમતા સરમાને કમાન : ભાજપની બેલડી ટુંકી-નબળી તો પડી જ હોવાનો સંદેશ

ભાજપના વરસો જુના વફાદાર સર્બાનંદ સોનોવાલની જગ્યાએ ત્રણ જ વર્ષ થયા છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હિમંતકુમાર બિસ્વ શર્માએ આસામમાં સીએમ પદનો તાજ કબ્જે કરી લેતા રાજકીય વિશ્લેષકોનો મત

કોંગ્રેસ મુકત ભારત બનાવવા નીકળી પડેલ ભાજપની બેલડીએ કોંગ્રેસ યુકત ભાજપ બનાવી દેવુ કેટલુ ભારે પડી રહ્યુ છે..તેનો આસામના સીએમનો ડખ્ખો કહી શકાય શ્રેષ્ઠ દાખલો : ભાજપના વફાદાર સૈનિક સર્બાનંદને ઠેંગો અપાયો અને વર્તમાન વડાપ્રધાનને કોંગ્રેસના કાળ દરમ્યાન જે હિમંતા બિસ્વાએ ગુજરાતમાં પાઈપોમાં તો મુસ્લમાનોનુ લોહી વહે છે તેવી કટ્ટર ટીપ્પણીઓ કરનારાને મુખ્યપ્રધાન બનાવવાની નોબત આવી રહી છે..? લ્યો..હજુય કોંગ્રેસીઓને ભાજપમાં લેતા આવો..!

ગાંધીધામ : તાજેતરમાં જ પાંચ રાજયોની વિધાનસભાની ચુંટણીઓ યોજાઈ હતી જે પૈકીના આસામમાં ભારતીય જનતા પાર્ટીએ સીએમ પદની કમાન સર્બાનાંદ સોનેવાલના હાથમાંથી ઝુંટવી અને હજુ તો ત્રણ જ વર્ષ થયા કોગ્રેસ છોડી, વટલાઈને ભાજપમાં આવેલા હિમંતા બિસ્વા શર્માને આપીને સરપ્રાઈઝ તો સર્જી જ દીધી છે તેની સાથોસાથ જ કોંગ્રેસીને ભારોભાર ભાજપમાં લાવનાર ભગવા બ્રીગેડની બેલડી પણ હેવ કયાંક ને કયાંક
ટુંકી-નબળી પડી રહી હોવાનો વર્તારો પણ જોવામાં આવી રહ્યો છે. આ અંગે રાજકીય બેડામાં થતી ચર્ચાની વાત કરીએ તો આસામમાં વિધાનસભાની કુલ્લ ૧ર૬ બેઠકો છે. સરકાર બનાવવા માટે ૬૪ બેઠકોની જરૂર રહે છે. પરીણામો જાહેર થયા એ પહેલા જ તમામ એકિજટ પોલમા એવુ બહાર આવ્યુ હતુ કે, આસામમા ભાજપની
સરકાર બનવાનુ ફરીથી નકકી જ છે. અને ભાજપ તથા તેમના સાથી પક્ષોને મળીને ૭પ બેઠકો મળી હતી તો ભાજપને એકલા હાથે અહી ૬૦ બેઠકો અને તેના સાથીદાર યુપીપીએલ એટલે કે યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલને ૬ બેઠકો અને એજીપી એટલે કે આસા ગણ પરિષદને નવ બેઠકો મળી હતી. આ દરમ્યાન જ જે રાજકીય રીતે નવો વળાંક સામે આવવા પામ્યો તે અહીની મુખ્યમંત્રી પદની જવાબદારી હિમંતા બિસ્વા સરમાને અપાઈ તે જ બની રહી છે. આ સરમા ત્રણ વર્ષ પહેલા જ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા છે અને જેઓના નેતૃત્વમાં ચૂંટણીઓ લડાઈ અને જીતાઈ તેવા સર્બાનંદ સોનોવાલ ભાજપના વફાદાર સૈનિક કહી શકાય તેમ છે. પરંતુ તેઓને કોરોણે મુકવા પડયા છે અને કોંગ્રેસમાથી આવેલ હિમંતા સરમાને કમાન સોપી દેવાની ફરજ પડવા પામી છે. રાજકીય રીતે આ ઘટનાક્રમ ખુબજ ગંભીરતાથી જોવાઈ રહ્યો છે. સૌ પ્રથમ વિશ્લેષણ કઈ થઈ રહ્યુ હોય તો એ જ છે કે, ભાજપની બેલડી હવે કયાંક ને કયાંક તો ટુંકી પડી રહી છે. અને નબળી પણ દેખાઈ રહી છે. સામાન્ય રીતે આવી સ્થિતીમાં સામાન્ય રીતે દિલ્હી હાઈકમાન્ડ નકકી કરે અને તેમા ય પણ બેલડી જેના પર મંજુરી આપે તેને કમાન સોપાઈ જતી હોય છે પરંતુ આ વખતે મામલો છેક દિલ્હી સુધી લંબાઈ જવા પામ્યો હતો. ભાજપના અધ્યક્ષ સહિતનાઓએ બન્ને દાવેદારો સાથે એક પછી એક વનટુ વન ચર્ચા કરવાની નોબત આવી ગઈ હતી. અહી એકાદ અઠવાડીયાથી માંડી અને ૧૦ દીવસ સુધીની લાંબી મથામણ પણ ચાલી હતી. આ ઉપરાંત બીજુ આશ્ચર્ય તો એ પણ આ નામની સાથે સર્જાવવા પામ્યુ છે કે, ભાજપ પક્ષપલ્ટુઓ પર વિશ્વાસ નથી કરતો છતા કોંગ્રેસી ગૌત્રના હિમંતા બિશ્વાને કમાન આપી દીધી તે આ બેલડીના ડબલસ્ટાર્ન્ડને ખુલ્લી પાડી રહી છે. આ ઉપરાંત આસામમા સરમાની પસંદગી વધુ
કૌતુક એટલે પણ ફેલાવે છે કે, સરમાએ એક સમયે મોદીને મુસ્લીમોના હત્યારા ગણાવ્યા હતા. યાદ અપાવી શકાય કે, ર૦૧૪ની લોકસભાની ચુંટણી વખતે સરમા કોંગ્રેસમાં હતા, અને ર૦મી માર્ચ ર૦૧૪ના એક જાહેરસભાને સંબોધન કરતા શર્માએ કહ્યુ હતુ કે, મોદી કહે છે કે, ગુજરાતમાં પાણીની પાઈપલાઈનમાં મારૂતી કાર જઈ શકે છે, સાચી વાત છે કે આસામમા પાણીની પાઈપલાઈનમાં પાણી જ વહે છે જયારે ગુજરાતમાં મુસમાલનોનુ લોહી વહે છે. સરમાએ ર૦૦રના રમખાણોના પરિપ્રેક્ષ્યમા આ ટીપ્પણી કરી હતી. વિચાર કરો, મોદી પર આવા તીખા પ્રહારો ખુલ્લેઆમ કરનારા અને બાદમાં વટલાઈ ગયેલા તથા કોંગ્રેસ છોડી ભાજપમાં આવી ગયેલા હિમંતા બિસ્વા શર્માના આવા વાગ્બાણોને ભુલી જઈને આ બેલડીએ તેમને આસામની કમાન સોપવાની ફરજ પડી ગઈ..! કોગ્રેસમાથી આવેલ આ હિમંતા શર્મા, ભાજપની બેલડી પર કેટલા ભારી પડયા છે? તેનો પણ અંદાજ આવા ઘટનાક્રમો પરથી આવી જ જાય તેમ છે. એક આખો બોલો વર્ગ આ આખાય ઘટનાક્રમને જોતા કહી રહ્યો છે કે, કોગ્રેસમુકત ભારત
બનાવવાના સુત્રો આપ્યા પણ તમે ખુદ આજે કોંગ્રેસયુકત ભાજપ બની ગયા છે. શોધી શોધીને કોંગ્રેસીઓને ભાજપમાં લઈ આવ્યા છે તેના કેવા માઠા પરીણામો ભોગવવાનો વારો આવી રહ્યો છે તે પણ હવે જોઈ લયો..! ૬૦ બેઠકો એકલા હાથે જીત્યા હોવા છતા સીઅમ પદનો તાજ તમારે કોગ્રેસી ગૌત્ર ધરાવનારા અને હજુ તો માત્ર ત્રણ જ વર્ષ ભાજપમાં આવ્યાને થયા છે તેમને હવાલો પ્રેસર ટેકનીક તળે દબાઈને કરી દેવાની નોબત આવી છે? હજુ લાવો કોંગ્રેસીઓને ભાજપમાં..? અહી હાર-જીતના આંકડાઓના સમીકરણો બહુ મોટા ફેરફાર સાથેના નથી માટે આસામ કેટલું સ્થિર રહી શકે છે રાજકીય રીતે એ પણ જોવાનુ રહે છે. કારણ કે, અહી ઉથલપાથલો કરી
રાજયને રાજકીય રીતે ડામાડોળ કરવાનુ તો બેલડી નહી જ છોડે તેવુ પણ જાણકારો માની રહયા છે.