આર માધવનની ફિલ્મ ’રોકેટરી-ધ નંબી ઇફેક્ટ’નું ટ્રેલર રિલીઝ, શાહરુખની ઝલક જોવા મળી

(જી.એન.એસ)મુંબઈ,બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાન છેલ્લા લાંબા સમય બાદ ફરી સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. શાહરુખ છેલ્લે ૨૦૧૮માં આવેલી ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. તેના બાદ કિંગ ખાન સિલ્વર સ્ક્રીન પર જોવા મળ્યો નહોતો. તેના ફેન્સ આતુરતાથી તેની વાપસની રાહ જોઈ રહ્યાં છે. દર વખતે શાહરૂખની ફિલ્મ અંગે ઘણી અટકળો થાય છે પરંતુ દરેક વખતે તે અટકળો અફવા સાબિત થાય છે. જો કે, આ વખતે કન્ફર્મ છે કે શાહરુખ આ ઉનાળામાં સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. તે આર માધવનની ફિલ્મ ’રોકેટરી’માં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં શાહરુખની ઝલક શરૂઆતમાં જોઈ શકાય છે.ફિલ્મ ’રોકેટરી – ધ નંબી ઇફેક્ટ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે પરંતુ તેની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. જોકે, કહેવામાં આવી રહ્યું છે કે, આ ઉનાળામાં આ ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે જેમાં શાહરૂખ ખાન કેમિયો કરશે અને તેની ભૂમિકા રિપોર્ટરની રહેશે.આ ફિલ્મ સાયન્ટિસ્ટ નંબી નારાયણનના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં એક્ટિંગની સાથે-સાથે સ્ટોરી અને નિર્દેશન પણ આર.માધવન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી અને હવે તેનું ટ્રેલર પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.આ સિવાય શાહરુખ તેની અપકમિંગ ફિલ્મ ’પઠાણ’નું પણ શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મના અનેક ઘાંસૂ એક્શન સીનના વીડિયો પણ વાયરલ થયા છે. ફિલ્મમાં શાહરુખ ખાન સિવાય દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ખાનના પણ કેટલાક સીન્સ હશે. આ ફિલ્મને એક થા ટાઈગર સીરિઝ સાથે પણ જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મમાં સલમાન કેમિયો કરતો દેખાશે, સાથે જ તેનો ’એક થા ટાઇગર’ વાળો લૂક પણ જોવા મળશે.