આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિની બદલી

0
26

તામિલનાડુના ઓરોવિલ આ ફાઉન્ડેશનમાં સેક્રેટરી તરીકે નિમણૂંક

(પ્રતિનિધિ દ્વારા)ગાંધીનગરઃ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ તરીકે ફરજ બજાવતા જયંતિ રવિની બદલી કરીને તેમને તામિલનાડુના ઓરોવિલ ફાઉન્ડેશન માં નિમણૂક આપવામાં આવી છે. ગુજરાત કેડરના સનદી અધિકારી ડો. જયંતિ રવી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ડો. જયંતિ રવિની આજે બદલી કરીને તેમને તામિલનાડુના ઓરોવિલ ફાઉન્ડેશનમાં સચિવ તરીકે નિમણૂક આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિ ની બદલી તામિલનાડુમાં કરવામાં આવનાર હોવાની અટકળો ચાલતી હતી પરંતુ આજે રાજ્ય સરકારે તેમની બદલી કરીને તામિલનાડુના ઓરોવિલ ફાઉન્ડેશનમાં સચિવ તરીકે નિમણૂક આપતા હુકમો કરતા તમામ અટકળોનો અંત આવ્યો છે.