આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય જરનૈલ સિંહનું કોરોનાથી નિધન

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતા અને રાજૌરી ગાર્ડનથી પૂર્વ ધારાસભ્ય જરનૈલ સિંહનું નિધન થયુ છે. શુક્રવારે સવારે તેમના નિધનની પુષ્ટિ કરવામાં આવી છે. ઉલ્લેખીય છે કે કોરોનાથી પીડિત થતા જરનેલ સિંહને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનું મોત થયુ. ઉલ્લેખનીય છે કે તત્કાલીન ગૃહમંત્રી પી ચિદમ્બરમ પર જુતુ ફેંકી જરનેલ સિંહ ચર્ચામાં આવ્યા હતા. આ બાદ જ તેમણે આમ આદમી પાર્ટીની ટિકીટ પર ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. આ પહેલા જરનેલ સિંહ ૧૯૮૪ના રમખાણોનો વિરોધ કરી પોતાની અલગ ઓળખ ઉભી કરી હતી.સીએમ અરવિંદ કેજરીવાલે જરનેલ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ કેજરીવાલે ટ્‌વીટ કરી લખ્યુ- દિલ્હીના પૂર્વ ધારાસભ્ય જરનેલ સિંહના સમય પહેલા નિધનથી ભારે દુઃખ થયુ છે. ભગવાન તેમની આત્મને શાંતિ આપે. સમાજમાં તેમના યોગદાનને લઈને તેમને હંમેશા યાદ કરવામાં આવશે.