આપની આસપાસની કોઈપણ પ્રકાર અસામાજિક પ્રવૃતિ ચાલુ છે..?

તો ઉઠાવો ફોન અને પશ્ચિમ કચ્છ એસપીના હેલ્પલાઈન નં. ૯૯૭૯૯ ર૩૪૫૦ પર કરો સીધી ફરિયાદ

ભુજ : પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયા છે. જિલ્લામાં ચાલતી કોઈપણ પ્રકારની ગેરપ્રવૃતિ અંગે સીધી રજૂઆત કરી શકાશે. પશ્ચિમ કચ્છ જિલ્લાની જનતાને પોલીસ તરફથી જાહેર કરાયેલ હેલ્પ લાઇનનાં મોબાઇલ નંબર ૯૯૭૯૯ ર૩૪૫૦ પર સંપર્ક કરવા જણાવાયુ છે. આ મોબાઇલ ફોન નંબર હાલ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં કાર્યરત છે. ત્યારે હવેથી પશ્ચિમ કચ્છ જિલ્લાની જનતા પોતાની આસપાસ ચાલતી કોઇપણ અસામાજિક પ્રવૃતિ બાબતની માહિતી સીધે સીધી પોલીસ અધિક્ષક સૌરભસિંઘ પાઠવી શકશે. જનતા દ્વારા આપવામાં આવનાર બાતમી કે માહિતીને અત્યંય ગુપ્ત રાખવામાં આવશે. બાતમી આપનારનાં મોબાઈલ ફોન નંબર પોલીસ અધિક્ષક પાસે જ રાખવામાં આવશે. એસ.પી સૌરભ સિંઘે જણાવ્યુ હતુ કે, લોકો કોઈપણ પ્રકારની રજૂઆત કે તેમની આસપાસ ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિ અંગે બતમી આપી શકશે. આ નંબર ઉપર તમે વોટસએપ દ્રારા પણ લોકો તેમની આજુ-બાજુ ચાલતી અસામાજિક પ્રવૃતિ અંગેની માહિતી સીધે-સીધી પોલીસ અધિક્ષકને મોકલી શકશે. સાથે જ પોલીસની કામગીરી બાબતની કોઇ રજુઆત અથવા કોઇ પોલીસ અધિકારી/કર્મચારી વિરૂધ્ધમાં કોઇ ફરીયાદ હોય તો પણ આ નંબર ઉપર વોટસએપ મારફતે મેસેજ મોકલીને કે ફોન પર એસ.પીને રજૂઆત કરી શકાશે. ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસે જારી કરેલા હેલ્પલાઈન નંબર ૯૯૭૯૯ ર૩૪૫૦ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.