આપણે સાવચેતી રાખીએ એમાં બાળકોની સલામતી- કોમલબેન ભાનુશાળી

ભુજ : બે દિવસ પહેલાં અહીંથી કોરોના ટેસ્ટના રીપોર્ટ સાથે ગયો હતો અને આજે ફરી રેપીડ
ટેસ્ટ કરાવ્યું છે.” નલીયામાં મીઠાઇ દુકાનદાન ૪૦ વર્ષિય કિશોર ભાનુશાળી કચ્છ એકસપ્રેસમાં
ફેમીલી સાથે ભુજ રેલવે સ્ટેશન પર આવીને આ જણાવે છે.
નાસિક ઈગતપુરીથી પત્ની અને બાળકોને ઘેર પરત લઇને ફરતાં આ દુકાનદારના
પત્ની કોમલબેન જણાવે છે કે, “તકેદારી માટે અને બાળકોની સુરક્ષા માટે તો દરેક માતાપિતાએ
રેપીડ કોરોના ટેસ્ટ કરાવવો જ જોઇએ. એમાં કોઇનું કશું ખોટું થવાનું નથી. બધાની સલામતી
છે. આપણે સાવચેતી રાખીએ એમાં બાળકોની સલામતી છે.”
“ ભુજથી ગયા ત્યારે પણ મેં ટેસ્ટ કરાવેલ અને હવે મુંબઇથી આવીએ છીએ ત્યારે પણ
ટેસ્ટ કરાવી રહયા છીએ. એમાં કશું ખોટું નથી બધું જરૂરી છે” એમ કિશોરભાઇ ભાનુશાળી જણાવે
છે.
ઉલ્લેખનીય છે કે, રાજયબહારથી આવતા મુસાફરો માટે હાલે જિલ્લાના રેલવે સ્ટેશનો
પર ચાલી રહેલા કોવીડ-૧૯ના રેપીડ ટેસ્ટ ચાલી રહયા છે. જે પૈકી ભુજ રેલવે સ્ટેશને કચ્છ
એકસપ્રેસમાં આવેલી ભાનુશાળી ફેમીલી ખુશહાલ થઇ તેમનો અનુભવ જણાવે છે.