આદિપુરમાં ઘર પાસે કાર પાર્ક હોવા છતાં અમદાવાદના ટોલનાકે ફાસ્ટેગ કપાયો

આદિપુર : રાજ્યમાં ટોલનાકા પરથી પસાર થતા વાહનોમાં ફાસ્ટેગ ફરજીયાત બનાવાયો છે, પણ તેની ફરિયાદો અવાર નવાર સામે આવી રહી છે ત્યાં શૈક્ષણિક નગરી આદિપુરમાં અનોખો કિસ્સો સામે આવ્યો છે. ઘર પાસે કાર પાર્ક હોવા છતાં અમદાવાદના ટોલનાકે ગાડીનો ફાસ્ટેગ કપાયો હતો તેમજ બેન્કમાંથી રકમ કપાત થઈ જતા ગાડીના માલિક વિપુલભાઈ પ્રજાપતિ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. ગત ૧૯મી મેના ફાસ્ટેગ ઓનલાઈન બેન્કમાંથી કપાત થયો હતો. આદિપુરમાં કાર નંબર જી.જે.૦પ સીએન ૪૬૪ર ઘર પાસે પાર્ક હતી તેમ છતાં અમદાવાદ નજીક આવેલ પીઠ્ઠઈ ટોલનાકે ફાસ્ટેગ કપાયો હતો તેમજ ફાસ્ટેગ એકાઉન્ટમાંથી રૂા.૧૦પ કપાત પણ થયા હતા. કાર આદિપુરમાં હોય અને અમદાવાદમાંં ટોલટેક્સ કપાય તે કેટલી હદે યોગ્ય
ગણાય ? જાે આ પ્રકાર નંબર પ્લેટનો ખોટો ઉપયોગ થયો હોય અને કોઈ વારદાતને અંજામ આપી દેવાય તો નિર્દોષ માણસનો મરો થાય તેમ છે. આવી બેદરકારી નિર્દોષ લોકો માટે અણધારી આફત સમાન બની રહે છે. ભોગગ્રસ્ત દ્વારા આ અંગે બેન્કમાં જાણ કરી ફાસ્ટેગ એકાઉન્ટમાંથી ખોટી રીતે કેમ પૈસા ડેબિટ થયા તે અંગે રજૂઆત કરાઈ છે.