આદિપુરના ગોવિંદ ચંદનાનીને સતત ૨૪ દિવસ ઓક્સિજન પર રાખી હેમખેમ શ્વાસ લેતા કર્યા

જી.કે.ના ઓક્સિજને પ્રાણવાયુના અભાવે બેભાન કોરોનાગ્રસ્તની રક્તવાહિનીઓને પૂર્વવત ધબકતી કરી

ભુજ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલા આદિપુર સ્થિત કોરોનાના દર્દીને સતત ૨૪ દિવસ ઓક્સિજન ઉપર રાખી, દેહમાં ‘પ્રાણ’ પૂર્યા અને હેમખેમ શ્વાસ લેતા કરી દેતા તેમને નવજીવન પ્રાપ્ત થયાનો અહેસાસ તબીબો, નર્સિંગ સ્ટાફે કરાવ્યો છે.  આદિપુરના આધેડ વયના ગોવિંદભાઈ કિશનચંદ ચંદનાનીને ૨૫ દિવસ પહેલા ૧૯મી એપ્રિલના રોજ કાળમુખો કોરોના આભડી ગયો અને જાેતજાેતામાં પરિસ્થિતી એટલી ગંભીર બની ગઈ કે, તેઓ શ્વાસ પણ લઈ શકતા નહોતા અને લગભગ બેભાન કહી શકાય તેવી અવસ્થામાં હતા, ત્યારે તેમને જી.કે.માં દાખલ કરવામાં આવ્યા.  ફરજ પરના નર્સ પ્રવીણ બ્રધરે કહ્યું કે, તબીબોએ તેમને ચકાસતા તેમનું ઓક્સિજનનું સ્તર નીચું હતું. પ્રથમ તો તેમને ઓક્સિજન સંતૃપ્ત (સેચ્યુરેટેડ) કરવાનું નક્કી કર્યું હતું. તબીબોના આ પ્રયાસને અને દર્દીના સદનસીબે આંશિક સફળતા મળતા એ જ ઉપચાર ચાલુ રાખવાનો ર્નિણય કર્યો અને સતત ઓક્સિજન અને બાયપેપ દ્વારા જ તેમનામાં જરૂરી ઓક્સિજનની પૂર્તિ થતાં હોસ્પિટલમાથી જ નહીં કોરોનામાથી પણ મુક્તિ આપવામાં આવી હતા.  ગોવિદભાઈ કિશનચંદે કહ્યું કે,‘હું આવ્યો ત્યારે શ્વાસ લેવામાં ઘણી તકલીફ હતી કે, મારા ઘરના લોકોને કહી દીધું હતું કે ‘હું હવે પાછો નહીં આવું’ પરંતુ મારી સતત સારવાર કરી અને ઓક્સિજને જ મારામાં પ્રાણ નાખ્યો છે. એટલું જ નહિ પરંતુ, ડોકટરોને કહેતો કે,‘મને કબજિયાત જેવા રોગો પણ છે. એનીય સારવાર આપતા ખાધેપીધે અને સારવારમાં કોઈએ કમી રાખી નથી. ૨૫ દિવસ સુધી દરેક તબીબો અને નર્સોએ તેમની સારવાર કરી હતી.