આદિપુરમાં સગીરાએ ગળેફાંસો ખાઈ જીંદગી ટુંકાવી

આદિપુરમાં સગીરાએ ગળેફાંસો ખાઈ જીંદગી ટુંકાવી

રતનાલની વાડીમાં દવા પી જનારી યુવતીનું મોત થતા ફરિયાદ નોંધાઈ

ગાંધીધામ : કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાત અને અકસ્માત-મોતના કિસ્સાઓમાં વધારો થયો છે. દિન પ્રતિદિન પોલીસ ચોપડે આપઘાતના બનાવો નોંધાઈ રહ્યા છે જે વચ્ચે વધુ એક બનાવ આદિપુર પોલીસ ચોપડે નોંધાયો છે. આદિપુરમાં સગીરાએ ગળેફાંસો ખાઈ જીંદગી ટુંકાવી નાખતા પરિવારમાં અરેરાટી છવાઈ ગઈ છે, તો રતનાલની વાડીમાં દવા પી જનારી યુવતીનું મોત થતા ફરિયાદ નોંધાઈ છે. આદિપુર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ આદિપુરના લેબર કેમ્પ બેવાડી વિસ્તારમાં રહેતા હંસાબેન રામજીભાઈ મહેશ્વરી (ઉ.વ. ૧૭)એ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. જે અંગે લાલજીભાઈ કચરાભાઈ મહેશ્વરીએ જાણવા જોગ ફરિયાદ લખાવી હતી. બનાવ અંગે આદિપુર પીએસઆઈ બી.વી.ચૂડાસમાએ આગળની તપાસ હાથ ધરી છે. દરમિયાન અંજાર તાલુકાના રતનાલ ગામે વાઘાભાઈની વાડીમાં સપ્તાહ પૂર્વે હેતીબેન અશોકભાઈ ઠાકોર નામની ર૦ વર્ષિય યુવતીએ અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની દવા પીધી હતી. જેનું સારવાર દરમિયાન મોત થતાં અંજાર પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો છે. આ બનાવની તપાસ અંજાર ડીવાયએસપીને સોંપવામાં આવી છે.