આતંકવાદી હુમલાની ફક્ત ૬૦ સેકેન્ડમાં પોલીસે આતંકીને દબોચી લીધો

0
27

(જી.એન.એસ) , ન્યૂઝીલેન્ડ ,ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ને આ ઘટનાને આતંકવાદી હુમલો જાહેર કરતા જણાવ્યું કે હુમલાવર શ્રીલંકાઈ નાગરીક હતો. જે ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી ગ્રુપથી પ્રભાવિત થયું. આતંકવાદી દેશની સુરક્ષા એજન્સીઓની રડાર પર પહેલાથી હતો અને તેની ચોવીસ કલાક નજર રાખવામાં આવે છે. આ હુમલાવર વીશે પહેલા પ્રધાનમંત્રીને પણ વ્યક્તિગત રીતે જાણ કરવામાં આવી હતી. પરંતુ તેની ધરપકડ કરવા પર કોઈ કાયદાકીય અધિકાર ન હતો. એર્ડર્ને કહ્યું, ’જો તેણે એવું કંઈ કર્યું હોત તો અમે તેને જેલમાં નાખી શક્યા હોત. આ વ્યક્તિને સતત દેખરેખ હેઠળ રાખવાના કારણે પોલીસ ટીમ અને વિશેષ રાજનીતિ સમૂહે હુમલો શરૂ થવાના ૬૦ સેકેન્ડની અંદર તેને હોળી મારી દીધી. જેનાથી તેની મોત થઈ ગઈ હતી. તે વ્યક્તિ પહેલી વખત ૨૦૧૧માં ન્યૂઝીલેન્ડ આવ્યો હતો અને તેના પર ૨૦૧૬થી નજર રાખવામાં આવી રહી હતી. ’ પ્રધાનમંત્રીએ જણાવ્યું કે અધિકારીઓને એવું લાગે છે કે હુમલાવરે એકલા જ આ ઘટનાને અંજામ આપ્યો હતો.ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ સુપરમોર્કેટમાં એક હુમલાવરે છરીના ઘા મારીને ૬ લોકોને ઘાયલ કરી દીધા હતા. પરંતુ પોલીસે હુમલાવરને ઘટનાના ૬૦ સેકેન્ડમાં જ દબોચી લીધો હતો. પોલીસે કહ્યું કે હુમલામાં ગંભીર રૂપથી ઘાયલ થયેલા ૩ દુકાનદારોને ઓકલેન્ડ સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલોમાં ૧ અન્યની હાલત પણ ગંભીર છે. ૨ અન્ય લોકોને પણ સામાન્ય ઈજા પહોંચી હતી.