આડેસર ચેકપોસ્ટ નજીક કારમાંથી ૧.૧૩ લાખનો શરાબ ઝડપાયો

વાહન ચેકિંગ દરમિયાન કારમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂ ઝડપી પાડ્યો

રાપર : તાલુકાના આડેસર ચેકપોસ્ટ નજીકથી પોલીસે આઈ૧૦ કારમાંથી રૂપિયા લાખ ૧૩ હજારનો ભારતીય બનાવટનો વિદેશી શરાબ ઝડપી પાડ્યો હતો. જયારે કાર ચાલક પોલીસની કાર્યવાહી દરમિયાન નાસી છુટ્યો હતો. પોલીસે દોઢ લાખની કાર સહિત ર લાખ ૬૩ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ આડેસર પોલીસ મથકના પીએસઆઈ વાય.કે. ગોહિલ સહિતની ટીમ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી, તે દરમિયાન પીએસઆઈને મળેલી બાતમીના આધારે મોમાયમોરા ગામથી કેનાલવાળા રોડ પરથી આવતી જી.જે. ૧૮ .એચ. ૭૩૧૦ નંબરની આઈ૧૦ કારને ઝડપી પાડવામાં આવી હતી. કારમાં બનાવેલા ચોર ખાનામાં ભારતીય બનાવટના ઈંગ્લીસ દારૂની ર૦૪ બોટલ અને ક્વાટરિયા મળીને ૧ લાખ ૧ર હજાર ૯ર૦નો પ્રોહી. મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જયારે પોલીસની કાર્યવાહી દરમિયાન કાર ચાલક વાહન છોડીને નાસી છુટયો હતો. પોલીસે કાર સહિત ર લાખ ૬ર હજાર ૯ર૦નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.