આજે ખુદનું તેમજ પરિવારનું વિશેષ ધ્યાન રાખવાનો તેમજ વેકિસન પર વિશ્વાસ દેખાડવાનો સમય છે – ભરતભાઇ ઠકકર

કોરોનાની રસી લેતા ભુજના ૬૦ વર્ષિય ભરતભાઇ ઠકકર જણાવે છે કે, આ એવો સમયગાળો છે જેમાં ખુદનું તેમજ પરિવારનું ધ્યાન રાખવું જરૂરી છે સાથે સાથે સરકાર અને વેકિસન પર વિશ્વાસ રાખવો પણ એટલો જ જરૂરી છે. વધુમાં તેઓ જણાવે છે કે એક વર્ષ પહેલા કોરોનાના કારણે જે સ્થિતિ ઉદભવી હતી તેનું પુનરાવર્તન ન કરવું હોય તો કોરોનાની ગાઇડલાઇનને અનુસરવી જરૂરી છે અને એટલું જ જરૂરી છે રસીકરણ.