આજે કંડલા વાવાઝોડાની વર્ષગાંઠ : ગોઝારી ઘટના અને કચ્છીપ્રજાની ખુમારીના દર્શનને યાદ કરવાનો અવસર

જાે કે, ડીઝાસ્ટર મેનેજમેન્ટને લઈને કંડલા વાવાઝોડાની ઘટના બાદ આજે પણ પૂર્વ કચ્છમાં સર્જાયેલી છે અગવગ-અભાવ

કંડલા : ૧૯૯૮ની નવમી જુનના રોજ દેશના મહાનગર પૈકીના એક એવા કંડલા પોર્ટ પર મહાવિનાશક વાવાઝોડાની હોનારત ત્રાટકી હતી. વાવાઝોડાની ઘટનાએ આખા દેશમાં ભારે ચકચાર ઉભી કરી દીધી હતી. તે વખતે જાન-માલની પણ પારાવાર મુશ્કેલી અને ખુંવારી સર્જાઈ હતી. અંદાજિત ૧પ૦૦ કરોડનુ નુકસાન આર્થિક મોરચે થવા પામયુ હતુ.૫ોર્ટમાં કેટલી ખાનાખરાબી સર્જાઈ હતી તે ઉપરોક્ત તસ્વીરમાં જેટી વિસ્તારમાં થયેલી નુકસાની જાેવા મળી રહી છે તો બીજી તસ્વીરમાં બોડ તણાઈને ઝોન વિસ્તાર સુધી ફંગોળાઈને પડી હોવાનું દ્રશ્યમાન થાય છે. આ તબક્કે  ફરીથી કંડલા સંકુલ કયારે બેઠુ થશે તેવા સવાલો પણ સર્જાયા હતા પરંતુ સરકાર-અને કચ્છની પ્રજાની ખુમારી થકી આ સંકુલ પુનઃ ઝડપભેર બેઠુ થઈ ગયુ અને આજે દેશના અગ્રિમ હરોળમાં ફરીથી અણનમ રીતે કંડલા પોર્ટ પર પ્રથમ નંબરે જ રહેવા પામી ગયુ છે.