આજથી ભુજ ખાતે રોગપ્રતિરોધક ઉકાળો પીવડાવાશે

0
28

આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજના સહયોગથી આશાપુરા મંદિર ભુજ તથા રામ રોટી અને છાશ કેંદ્ર ભુજ ખાતે તા.૧૧/૦૮ થી ૧૭/૦૮ દરમિયાન સવારે ૮:૩૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી  રોગપ્રતિરોધક ઉકાળો પીવડાવવામાં આવશે. જે ઔષધીયુક્ત ઉકાળો  પીવાથી રોગ સામે રક્ષણ મળે છે. તે ઉકાળો રોગ પ્રતિકારક શકિત વધારનાર તથા ઋતુ સંધિજન્ય રોગો જેવા કે શરદી, ખાંસી, તાવ, કળતર, માથું દુ:ખવુ, સાંધાનો દુ:ખાવો, મલેરીયા, ટાઈફોઈડ, ડેંગ્યુ, ન્યુમોનીયા, અપચો/અજીર્ણ, અરૂચી/ભૂખ ન લાગવી, ચામડીના રોગો તથા સીઝનલ ફ્લુ, સ્વાઈન ફ્લુ તથા કોરોના જેવા વાયરસ જન્ય રોગોમાં ખુબજ ઉપયોગી છે તેવું વૈદ્ય પંચકર્મ વર્ગ-૧, સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.