આજથી ચાર દિવસ સુધી કચ્છ યુનિ. બંધ રહેશે

ભુજ : આજથી ચાર દિવસ સુધી ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી બંધ રહેશે. યુનિવર્સિટીમાં કોરોનાનું સંક્રમણ ફેલાતા ર૬ માર્ચથી ર૯ માર્ચ સુધી સંપૂર્ણપણે સંકુલમાં શૈક્ષણિક અને વહિવટી કામકાજ બંધ રહેશે. જે પરીક્ષાઓ ચાલુ છે તે રાબેતા મુજબ રહેશે તેવું યુનિવર્સિટીના કુલસચિવની યાદીમાં જણાવાયું છે.