આગ લાગશે ત્યારે કુવો ખોદવા બેસસો કે, શું..? : એકસટર્નલ વર્ગાે શરૂ કરવા મુદ્દે કચ્છ યુનિ.ના સત્તાધીશો કેમ ઉંઘમાં..?

ધો.૧ર માસ પ્રમોશન અપાશે તો રાતોરાત આટલા બધા વર્ગાે કોલેજાે વધારશે કયાંથી? યુનિ. પર જ આવવાનુ છે ભારણ, ભાવનગર-સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીએ બંધ થયેલા એકસટર્નલ કલાસો આગોતરી વ્યવસ્થાના ભાગરૂપે જ કરી દીધા છે શરૂ, તો કચ્છ યુનિ.ના સત્તાધીશો કેમ ઉચ્ચ શિક્ષણ હાઈકમિશ્નર પાસેથી આવા વર્ગાે શરૂ કરવાને માટે મંજુરીની હાથ નથી ધરતા પ્રક્રીયા? : જનપ્રતિનિધિઓ પણ કેમ આ બાબતે કચ્છ યુનિ.ના સત્તાધીશોના નથી લેતા પુછાણા? યુજીસીએ જે એકસટર્નલ વર્ગાે બંધ કરાવ્યા છે તે નોમર્સ પુરા કરીને કરવા જાેઈએ વેળાસર શરૂ

ગાંધીધામ : કચ્છને સ્વતંત્ર યુનવસિર્ટી અનેકવિધ અભ્યાસુ લોકોની ઝુંબેશરૂપ લડત બાદ મળવા પામી છે પરંતુ જાણે કે તેની કદર જ હવે અહીના સત્તાધીશોને રહી ન હોય તેમ રઘાશીયા ગાડાના તાલે જ ગબડાવાતી હોય તેમ વિશેષ જાેવાઈ રહ્યુ છે. હાલમાં પણ અન્ય યુનવસીટી કોરોના કાળમાં પણ વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાને રાખીને પ્રેકટીકલી નિર્ણયો લઈ રહી છે ત્યારે કચ્છ યુનિ.ના સત્તાધીશો જાણે કે કુંભકર્ણિ નિદ્રામાં જ ઘોરી રહ્યા હોય તેવો તાલ વિશેષ દૃશાય છે.

આ બાબતે શિક્ષણના અભ્યાસુવર્ગમાં હાલના તબક્કે થતી ચર્ચાની વાત કરીએ તો સરકાર દ્વારા ધો. ૧૦ બાદ ધો.૧રમાં પણ માસ પ્રમોશનનો નિર્ણય લઈ રહી છે ત્યારે સવાલ એ થાય છે કે, આટઆટલા વિદ્યાર્થીઓને કઈ કોલેજમાં મળશે પ્રવેશ? કઈ કોલેજ માસ પ્રમોશનથી થનારા વિદ્યાર્થીઓના ધસારાને પહોચી વળવા સક્ષમ અને સજજ છે? અથવા તો રાતોરાત કોલજ કયાથી આ બધી વ્યવસ્થાઓ કરી લેશે પૂર્ણ? હકીકતમાં ભાવનગર અને સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીએ તો એકસટર્નલ વર્ગાે શરૂ પણ કરી દીધા છે જયારે કચ્છ યુનિ. તો એકસટર્નલ વર્ગાે બંધ પડયા છે તેને શરૂ કરવાની મંજુરીની પ્રક્રીયાઓ પણ જાણે કે હજુ હાથમાં લીધી ન હોવાનો તાલ દેખાવવા પામી રહ્યો છે.

જાે એકસટર્નલ વર્ગાે શરૂ કરવામા આવશે તો કચ્છના વિદ્યાર્થીઓને બહાર જવાની નાબેત નહી આવે તે ઉપરાંત વિદ્યાર્થીઓનો કોલેજમાં ઘસારો થાય તો એકસનર્લી તેમને અભ્યાસ યુનિ. કરાવી જ શકે તેમ છે. આ માટે જરૂરી મંજુરીની પ્રક્રીયાઓ કાઈ પણ બાકી રહેતી હોય તો યુનિ.ના સત્તાધીઓએ હકીકતમાં વેળાસર જ પૂર્ણ કરી લેવી જાેઈએ. અને માટે ઉચ્ચ શિક્ષણ હાઈકમિશન સરકાર તબક્કે જે કાઈ પણ અધુરાશો હોય અથવા તો યુજીસીએ નોમર્સની અધુરાશોથી વર્ગની મંજુરીઓ રદ કરી હેાય તો તે વેળાસર જ પૂર્ણ કરી અને એકસટર્નલ વર્ગાે શરૂ કરવાની દીશામાં એકશનમાં આવવુ જ ઘટે. તો ભવિષ્યમાં વિદ્યાર્થીઓના પ્રવેશને લઈને જે સમસ્યાઓ ઉભી થવાની છે તેને આગોતરી રીતે જ અટકાવી શકાશે.