આગ્રામાં માસ્ક પહેર્યા વગર બજાર બંધ કરાવવા નીકળેલા પોલીસકર્મીનું જ ચલણ કપાયું

(જી.એન.એસ)આગ્રા,દેશમાં કરોનાની બીજી લહેર ચાલી રહી છે અને દેશના બધા રાજ્યોમાં નવા કેસો રેકોર્ડસ્તરે નોંધાઈ રહ્યા છે. કોરોનાનું વધતું જતું સંક્રમણ અટકાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર જનતાને Covid19ગાઈડલાઈનનું ચુસ્તપાલન કરવા જણાવે છે, અને આ ગાઈડલાઈનનો ભંગ કરનારને સ્થાનિક પ્રશાસન દંડ પણ કરે છે. સામાન્ય જનતા તો ઠીક પણ રાજનેતાઓ અને પોલીસ કમર્ચારીઓ પણ ક્યારેક આ Covid19ગાઈડલાઈનના નિયમોનું ઉલ્લંઘન કરે છે. પણ ઉત્તરપ્રદેશના આગ્રામાં પોલીસ કર્મચારીને માસ્ક ન પહેરી Covid19ગાઈડલાઈનનો ભંગ કરવું ભારે પડ્યું છે.આ સમગ્ર ઘટના ઉત્તરપ્રદેશના આગ્રા જિલ્લાના કાગરુલ પોલીસ સ્ટેશનની છે. કોરોના વાયરસના વધતા જતા પ્રમાણને ધ્યાનમાં રાખીને, આગ્રા જિલ્લામાં માસ્ક અને યોગ્ય અંતરને અનુસરવા માટે જોરશોરથી કામ કરવામાં આવી રહ્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં કાગરુલ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન પોલીસકર્મીઓ Covid19ગાઈડલાઈનના નિયમોનું ઉલ્લંઘન કરીને સામાન્ય લોકોને પાઠ ભણાવવા ગયા હતા.ઉત્તરપ્રદેશના આગ્રા જિલ્લાના કાગરુલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ બજારો બંધ કરવવા નીકળ્યા હતા. કાગરુલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ બજાર બંધ કરવા માટે વર્દી પહેર્યા વિના સવારે પહોંચ્યા હતા. વિશેષ બાબત એ છે કે Covid19 ગાઈડલાઈનનું પાલન કરાવવા અને બજારો બંધ કરાવવા નીકળેલા આ પોલીસકર્મીઓએ જ માસ્ક નહોતું પહેર્યું. પોતે માસ્ક પહેર્યા વગર દુકાનદારોને Covid19 ગાઈડલાઈનનું પાલન કરવવા નીકળેલા પોલસીકર્મીઓ અને સ્થાનિક દુકાનદારો વચ્ચે ઘર્ષણ થયું હતું. દુકાનદારોએ માસ્ક પહેર્યા વગરના આ પોલીસકર્મીઓનો વિડીયો વાયરલ કર્યો હતો.આ સમગ્ર ઘટનામાં સ્થાનિક દુકાનદારો અને પોલીસકર્મીઓ વચ્ચે થયેલા ઘર્ષણનો વિડીયો વાયરલ થયો હતો. અ ઉપરાંત દુકાનદારોએ પણ વિડીયો સાથે ઉચ્ચ પોલીસ અધિકારીને ગરીયાદ સાથે રજૂઆત કરી હતી. મામલો ઉચ્ચસ્તરે પહોચતામાસ્ક પહેર્યા વગર બજાર બંદ કરવવા નીકળેલા પોલીસકર્મીનું જ ચલણ કપાયું હતું અને પોલીસ કર્મચારીએ Covid૧૯ ગાઈડલાઈનના ભંગ બદલ દંડ ભરવો પડ્યો હતો.