આઇ.આર.એ.એલ.એ હેઠળના પેન્શનરોએ આગામી ૩૧મી સુધી સબંધિત બેંકોમાં હયાતિની ખરાઇ કરાવી લેવી

જિલ્લા તિજોરી કચેરી, ભુજ તથા તાબાની પેટા તિજોરી કચેરીઓમાં IRLA સ્કીમ હેઠળ (બેંક મારફત) ગુજરાત રાજય સરકારનું તથા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતાં પેન્શનરોની વાર્ષિક હયાતી ખરાઇ મે, જુન, જુલાઇ-૨૦૨૧ માસમાં કરવાની રહે છે. જે મુજબ અત્રેથી તમામ પેન્શનરોના હયાતિના ફોર્મ બેન્કને મોકલી આપવામાં આવેલ છે. પી.પી.ઓ. બુક અને બેંક પાસબુક સાથે પેન્શનરો જે બેંકમાંથી પેન્શન મેળવતા હોય તે જ બેંકમાં જઇ આગામી તા.૩૧મી જુલાઇ-૨૦૨૧ સુધીમાં તેમની હયાતિની ખરાઇ કરાવી લેવી. વધુમાં પેન્શનરો તેમની હયાતિની ખરાઈ ઓનલાઇન કરાવી શકે છે. આ માટે Jeevan Praman Portal (jeevanpramaan.gov.in) પર જઇને તેમાં જણાવ્યા મુજબની કાર્યવાહી કરવાની રહે છે. આ માટે માર્ગદર્શિકા જિલ્લા તિજોરી કચેરીન વેબસાઇટ www.tresurykutch.blogspot.com પર જોઇ શકાશે તેવું જિલ્લા તિજોરી અધિકારી, ભુજ-કચ્છની યાદીમાં જણાવાયું છે.