નવીદિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૧૨મી સિઝનનું સમાપન થઈ ચુક્યું છે અને હવે આંકડા તરફ જોવાનો સમય છે. રવિવારે  સમાપ્ત થયેલી સિઝનમાં એક રોચક આંકડો સામે આવ્યો છે કે ૫૦૦થી વધુ રન બનાવનાર બેટ્‌સમેનોની યાદીમાં પાંચ અલગ-અલગ ટીમોના ખેલાડી સામેલ છે. ૧૨મી સિઝનમાં સૌથી વધુ રન સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમના ઓસ્ટ્રેલિયન ઓપનર બેટ્‌સમેન ડેવિડ વોર્નરે બનાવ્યા અને તે ઓરેન્જ કેપનો હકદાર બન્યો હતો. વોર્નરે ૧૨ મેચોમાં ૬૯૨ રન બનાવ્યા. તેમાં એક સદી અને ૮ અડધી સદી સામેલ છે.

વોર્નર ૬૦૦ની ક્લબમાં સામેલ એકમાત્ર ખેલાડી રહ્યો છે. આ સિવાય ૫ની ક્લબમાં કિંગ્લ ઇલેવન પંજાબના લોકેશ રાહુલ (૫૯૩), ચેમ્પિયન બનેલી મુંબઈ ઈન્ડિયન્સના સાઉથ આફ્રિકાના ઓપનર ક્વિન્ટન ડિ કોક (૫૨૯), દિલ્હી કેપિટલ્સનો શિખર ધવન (૫૨૧) અને કોલકત્તા નાઇટ રાઇડર્સનો આંદ્રે રસેલ (૫૧૦) સામેલ છે. ૫૦૦ની ક્લબમાં સામેલ ખેલાડીઓમાં માત્ર વોર્નર અને રાહુલ જ સદી ફટકારી શક્યા હતા.

રાહુલે એક સદી સિવાય ૬ અડધી સદી ફટકારી જ્યારે ડિ કોકે ૪ અડધી સદી ફટકારી હતી. આ રીતે ધવનના બેટથી ૫ અને રસેલના બેટથી ચાર અડધી સદી નિકળી હતી. આઈપીએલની ૧૨મી સિઝનમાં ૪૦૦થી વધુ રન બનાવનાર બેટ્‌સમેનોમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની (૪૧૬)ની એવરેજ શાનદાર રહી. ધોની ફાઇનલમાં માત્ર ૨ રન બનાવી શક્યો પરંતુ તેમ છતાં ૧૫ મેચોમાં તે ૮૩થી વધુની એવરેજથી રન બનાવવામાં સફળ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here