નવીદિલ્હી : ભારતીય પસંદગીકારોએ વિશ્વકપ માટે બેટીંગ ક્રમમાં બહુચર્ચિત ચોથા સ્થાન માટે વિજય શંકર પર દાવ ખેલ્યો છે પરંતુ તમિલનાડુની બેટસમેન ઓલરાઉન્ડર તાજેતરમાં સમાપ્ત થયેલ આઇપીએલમાં અપેક્ષાનુરૂપ પ્રદર્શન કરી શકી નહીં જેથી ટીમ પ્રબંધન ૩૦ મેથી શરૂ ખનાર ક્રિકેટ મહાકુંભમાં તેને લઇ રણનીતિ બદલી શકે છે. વિજય  શંકર જ નહીં ચોથા સ્થાન પર બેટીંગના એક અન્ય દાવેદાર દિનેશ કાર્તિક પણ અપેક્ષિત પ્રદર્શન કરી  શકયો નથી જયારે સ્પિન વિભાગમાં મહત્વનું સ્થાન રાખનાર કુલદીપ યાદવ સતત સંધર્ષ કરવાને કારણે કોલકતા નાઇટરાઇડર્સે તેમને અંતિમ મેચોમાંથી અંતિમ એકાદમીથી બહાર રાખ્યો કેદાર જાદવ પણ જરૂરતના સમયે પોતાની ભૂમિકામાં ખરો ઉતર્યો નથી.

શંકરે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ૧૫ મેચોમાં ૨૦.૩૨ની સરેરાશથી ૨૪૪ રન બનાવ્યા છે અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ ૪૦ રન રહ્યો છે.બોલર રીતે તેને ફકત પાંચ મેચોમાં આઠ ઓવર કરવાની તક મળી જેમાં તેણે ૭૦ રન આપી એક વિકેટ લીધા વિશ્વકપ ટીમની પસંદગી સમયે પસંદગીકારોએ અંબાતી રાયડુ કરતા શંકરને મહત્વ આપ્યું હતું જયારે ઋષભ પંતની જગ્યાએ કાર્તિકને ૧૫ સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.પંતે આઇપીએલમાં કેટલીક શાનદાર ઇનિગ્સ રમી છે પરંતુ કાર્તિકે ૧૪ મેચોમાં ૨૫૩ રન જ કર્યા છે તેનાથી વિપરીત પંતે ૧૬ મેચોમાં ૪૮૮ રન કર્યા છે.

આવી જ રીતે વિશ્વ કપ પહેલા ભારત માટે ચાઇનામેન બોલર કુલદીપનું ફોર્મ ચિંતાનો વિષય હશે જેણે નવ મેચોમાં ૭૧.૫૦ની સરેરાસથી ફકત ચાર વિકેટ લીધી છે. કુલદીપને વિકેટ લેનાર બોલર માનવામાં આવે છે પરંતુ આ વિસ્તારમાં જ તે નિષ્ફળ રહ્યો તેને કારણે કેકેઆર બાદની મેચોમાં ટીમમાં જગ્યા બનાવી શકયો નહીં તેનાથી વિપરીત  લેગ સ્પિનર યુજવેદ્ર ચહલે શાનદાર પ્રદર્શન કર્યું અને રોયલ ચેલેજર્સ બેંગ્લોર તરફથી ૧૪ મેચોમાં ૧૮ વિકેટ સીધી વિશ્વકપ ટીમમાં સામેલ ત્રીજા સ્પિનર રવિદ્ર જાડેજાએ ૧૬ મેચોમાં ૧૫ વિકેટ લઇ પોતાની વિકેટ લેવાની ક્ષમતા બતાવી છે.  જાધવે કામચલાઉ સ્પિનરની ભૂમિકા નિભાવશે પરંતુ ચેન્નાઇ સુપરકિંગ્સ તરફથી તેમણે જે ૧૪ મેચો રમી તેમાં ધોનીએ તેને બોલીગ આપી નહીં જાધવે ૧૨ ઇનિગ્સમાં ૧૬૨ રન બનાવ્યા પરંતુ ટીમ પ્રબંથધન માટે હજુ તેની ફાર્મ નહીં પરંતુ ખંભાની ઇજા ચિંતાનો વિષય છે. તેને કારણે તે આઇપીએલના અંતિમ તબક્કામાં રમ્યો ન હતો. જયારે બુમરાહે ૧૬ મેચોમાં ૧૯ અને શમીએ ૧૪ મેચોમાં ૧૯ વિકેટ લીધી છે. જયારે ભુવનેશ્વરે ૧૫ મેચોમાં ૧૩ અને હાર્દિક પંડયાએ ૪૦૨ રન કર્યા અને ૧૪ વિકેટ લઇ પોતાને ઓલરાઉન્ડ તરીકે સાબિત કરી દીધો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here