આઇઆઇટી ગાંધીનગરમાં કોરોના બ્લાસ્ટઃ ૨૫ વિદ્યાર્થીઓ પોઝિટિવ

(જી.એન.એસ.)ગાંધીનગર,આઇઆઇટી ગાંધીનગરના ૨૫ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. જીટીયુ કેમ્પસમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જીટીયુના વાઈસ ચાન્સેલર નવીન શેઠ કોરોના પોઝિટીવ આવ્યાં છે. તે ઉપરાંત ૨ પ્રોફેસર સહિત ૩ કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયાં છે. જીટીયુમા કોવિડ-૧૯ના કુલ ૬ કેસ સામે આવ્યા છે. હાલમાં જીટીયુ કેમ્પસને સેનેટાઈઝ કરવામાં આવ્યું છે.આઇઆઇએમ અમદાવાદમાં પાંચ વિદ્યાર્થીઓ પણ મેચ જોવા ગયા હતાં અને તેઓ કોરોના સંક્રમિત થયા હતાં.આઈઆઇએમ અમદાવાદમાં ૧૨ દિવસમાં જ ૨ ફેકલ્ટી સહિત ૩૧ વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગ્યો છે. હાલમાં ૩૦ વિદ્યાર્થી ક્વોરન્ટીનમાં છે.