આંશીક રાહત બાદ કચ્છમાં કોરોનાએ આજે ફટકારી સદી

ભુજ : જિલ્લામાં સાયક્લોનની અસરના દિવસોમાં કોરોનાના કેસો ઘટી ગયા હતા, જેથી લોકોએ રાહત અનુભવી હતી. જાેકે, કોરોનાના કેસોમાં ઉતાર-ચડાવ વચ્ચે આજે કચ્છમાં ફરી કોરોનાએ સદી ફટકારી છે. રાજ્ય સરકારની યાદી પ્રમાણે ગુજરાતમાં આજે કેસો ઘટીને પર૪૬ નોંધાયા છે તેમજ ૯૦૦૧ દર્દી સાજા થયા છે. કચ્છમાં આજે ૧૦૪ વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત બન્યા છે. જ્યારે વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે તેમજ ૧૪પ દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ હતી. કેસોના ઉતાર-ચડાવ વચ્ચે બીજી લહેર તેના અંતિમ તબક્કામાં હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે.