આંગણવાડીમાં હવેથી ગરમ નાસ્તો અને ટેક હોમ રેશન જથ્થાના મોનીટરીંગનું ક્રોસવેરીફીકેશન કરાશે

ગુજરાત સરકારશ્રીનાં આઈ.સી.ડી.એસ. વિભાગની વિવિધ યોજના  હેઠળ આંગણવાડીના લાભાર્થીને પુરક પોષણનો લાભ મળે છે કે કેમ ? તેમજ લાભાર્થી પુરક પોષણની સેવાથી વંચિત ન રહે તે જોવાની મુખ્ય જવાબદારી જિલ્લા આઈસીડીએસ તંત્રની થાય છે. વધુમાં હાલની covid -19ની મહામારીની પરિસ્થિતિમાં લાભાર્થીના આરોગ્ય અને પોષણની બાબતે ખાસ કાળજી લેવાની રહે છે. તે અંતર્ગત આવાં કેન્દ્રમાં THR/HCM ના જથ્થાનું ફિલ્ડ વિઝીટ દરમ્યાન રેગ્યુલર મોનીટરીંગ અને સુપરવિઝન સધન રીતે થાય તે અનિવાર્ય છે. જે અતર્ગત તા.૨૬/૦૭/૨૦૨૧ ના રોજ કચ્છ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને મળેલ આઈસીડીએસ મોનીટરીંગ એન્ડ રીવ્યુ મીટીંગમાં કલેકટરશ્રીની સુચના મુજબ આજ રોજ  તા.૨૮/૦૭/૨૦૨૧ના કચ્છ જિલ્લાની ૨૪૫ આ.વાં કેન્દ્રમાં ગરમ નાસ્તો અને ટેકહોમ રેશનના જથ્થાના મોનીટરીંગ માટે ક્રોસ વેરીફીકેશનની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં પ્રોગ્રામ ઓફિસરશ્રી આઈસીડીએસ ઈરાબેન ચૌહાણ, ઘટક કક્ષાના ૧૯ બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ તેમજ ૫૫ મુખ્ય સેવિકાઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્ટેટ લેવલથી આપવામાં આવેલ ઓનલાઈન ગુગલ ફોર્મમાં સ્ટોક મોનીટરીંગના તમામ રેકર્ડ ઓનલાઇન કરવું વગેરે કામગીરી આંગણવાડી કક્ષાએ યોગ્ય રીતે થાય છે કે કેમ તે અંગે ચકાસણી કરવામાં આવી હતી. લાભાર્થીની ગૃહ મુલાકાત લઈ તેમના વાલી પાસેથી પુરક પોષણ અંગે અભિપ્રાય મેળવ્યા. વધુમાં આ કામગીરી માટે હવે પછી મહિનામાં બે વખત ક્રોસ વેરીફીકેશનની ટીમ ઉતારવામાં આવશે. હાલે આ કામગીરીમાં આંગણવાડી કેન્દ્રના સ્ટોક મોનીટરીંગ માટે હતું. પરતું હવે પછીની ક્રોસ વેરીફીકેશન મુલાકાતમાં લાભાર્થી તેમજ વાલી સાથે પરામર્શ કરી લાભાર્થીને સ્ટોક પુરતા પ્રમાણમાં મળે છે કે કેમ ? તેમજ લાભાર્થી તેનો ઉપયોગમાં લેશે કે કેમ ? કે તેનો દુર ઉપયોગ કરવામાં આવે છે. તે અંગેની કામગીરી પણ હવે પછીની સઘન મુલાકાતમાં ખાત્રી કરી હાથ ધરવામાં આવશે અને આ કામગીરીમાં બેદરકારી દાખવવા સબબ સંબધિત આ.વા વર્કર/મુખ્ય સેવિકા/બાળ વિકાસ અધિકારીશ્રીની જવાબદારી નક્કી કરી કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવું પ્રોગ્રામ ઓફિસર દ્વારા જણાવાયું છે.